Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના આહલાદક વાતાવરણનો ડ્રોન VIDEO:પ્રવાસીઓએ વરસાદ અને વાદળો વચ્ચે માણ્યો કુદરતી નજારો, SOU આસપાસનું વાતાવરણ બન્યું રમણીય

    16 hours ago

    નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ આહલાદક બની ગયું છે. ઠંડા પવનો, ઝરમર વરસાદ અને હરિયાળીની વચ્ચે પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણ્યો હતો. વરસાદી માહોલને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓની નોંધપાત્ર ભીડ જોવા મળી હતી. વાદળો પર્વતો અને સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચ્યા વરસાદ બાદ જંગલ વિસ્તારમાં ઘેરાયેલા વાદળો પર્વતોને અડીને સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાની આસપાસ છવાઈ ગયા હતા. પ્રતિમાની આસપાસ સર્જાયેલો ધુમ્મસ અને વાદળોનો નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કુદરત અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું આ અનોખું મિલન સમગ્ર વિસ્તારની સુંદરતામાં ચાર ચાંદ લગાવતું જોવા મળ્યું. કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતાં પ્રવસીઓનો ધસારો વધ્યો સતત વરસાદને કારણે આસપાસના જંગલ વિસ્તારની હરિયાળી વધુ ખીલી ઊઠી છે. વાદળોથી ઘેરાયેલા ડુંગરો, વરસાદી વાતાવરણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મનમોહક દૃશ્યોએ પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ સર્જ્યો છે. વરસાદી સિઝનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુદરતી સૌંદર્ય વધુ નિખરી ઊઠતાં પ્રવાસનને પણ નવી ગતિ મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    119 તાલુકામાં સૌથી વઘુ ખેરગામમાં 16 ઇંચ:નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ, રેસ્ક્યૂ માટે 4 હેલિકોપ્ટર તૈયાર, વલસાડમાં 24 વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત
    Next Article
    ગાંધીનગરમાં ધો.10ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત:અભ્યાસના દબાણમાં સ્ટુડન્ટે ધાબા પરથી ઝંપલાવ્યાનો સ્કૂલનો દાવો, પરિવારજનોને મૃતક સાથે મારામારી થયાની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment