Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેકિંગ ડ્રાઈવ:વાહનોમાં LED લાઈટના કેસ એક મહિનામાં 80% વધ્યા, સૌથી વધુ ઓવરલોડ વાહનોને 40 લાખનો દંડ

    9 hours ago

    શહેરના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને અકસ્માતો ઘટાડવા માટે રાજકોટ RTO વિભાગે સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. RTOના આંકડાકીય વિશ્લેષણમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત ‘વ્હાઈટ LED લાઈટ’ના કેસમાં થયેલો વધારો છે. જાન્યુઆરી મહિનામાં LED લાઈટના 258 કેસ નોંધાયા હતા, જે ફેબ્રુઆરીમાં વધીને 464 પર પહોંચી ગયા છે. આમ, માત્ર એક જ મહિનામાં આ પ્રકારના ગુનામાં 80% નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2026ના પ્રારંભિક બે મહિના એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરવામાં આવેલી આક્રમક ચેકિંગ ઝુંબેશમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. RTOના સપાટામાં માત્ર બે મહિનામાં જ 2,629 વાહનચાલક ફસાયા છે, જેમની પાસેથી કુલ રૂ. 92,22,363 જેટલો તોતિંગ દંડ વસૂલવામાં આવ્યો છે. કેસની સંખ્યાની દૃષ્ટિએ ભલે LED લાઈટ આગળ હોય, પરંતુ દંડની રકમની વસૂલાતમાં ઓવરલોડ વાહનોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નિયમ કરતા વધુ માલ-સામાન ભરીને રસ્તાઓ તોડતા અને જોખમ ઊભું કરતા ઓવરલોડ વાહનો પાસેથી બે મહિનામાં આશરે રૂ.40.54 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જે કુલ દંડની રકમના 40% કરતા પણ વધુ હિસ્સો ધરાવે છે. જાન્યુઆરીમાં 1,117 કેસની સામે ફેબ્રુઆરીમાં 1,512 કેસ નોંધીને તંત્રએ પોતાની કામગીરી તેજ બનાવી છે. આ ઝુંબેશ અંતર્ગત લાઇસન્સ વગરના 285 કેસ, ફિટનેસ વગરના 168 કેસ અને પીયુસી (PUC) વગરના 276 કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા આ ગાળામાં કુલ 19 વાહનોને ડિટેન કર્યા છે. RTOએ બે મહિનામાં કરેલા કેસ અને દંડની વિગતો વિગત કેસ-દંડ (જાન્યુઆરી) કેસ-દંડ (જાન્યુઆરી) ઓવરલોડ 154 (20,08,000 દંડ) 161 (20,13,000 દંડ) વ્હાઈટ LED 258 (2,58,000 દંડ) 464 (4,64,000 દંડ) રેડિયમ પટ્ટી 123 (1,23,000 દંડ) 135 (1,35,000 દંડ) વીમા વિના 78 (1,56,000 દંડ) 88 (1,76,000 દંડ) PUC ચેકિંગ 112 (56,000 દંડ) 164 (82,000 દંડ) ફિટનેસ વિના 82 (4,10,000 દંડ) 86 (4,30,000 દંડ) ડ્રાઈવિંગ લાઇસન્સ 130 (2,60,000 દંડ) 155 (3,10,000 દંડ) નિયમ મુજબ વાહનોમાં કઈ LED લાઈટ લગાવી શકાય નહીં વ્હાઈટ હાઈ-ઈન્ટેન્સિટી LED : કંપની દ્વારા ફિટ કરવામાં આવેલી હેડલાઈટની જગ્યાએ આફ્ટર-માર્કેટ મળતી અતિશય તેજ સફેદ 72 વોટથી વધુની LED લાઈટ લગાવી શકાતી નથી. એક્સ્ટ્રા ફોગ લાઈટ : બમ્પર કે છત પર વધારાની તેજસ્વી LED સ્ટ્રિપ્સ કે ફોગ લાઈટ્સ લગાવવી ગેરકાયદેસર છે, સિવાય કે તે આરટીઓ દ્વારા માન્ય સ્પેસિફિકેશન મુજબની હોય. ક્લર્ડ એલઈડી : હેડલાઈટ કે પાર્કિંગ લાઈટમાં વાદળી, લાલ, લીલી કે અન્ય રંગીન LED લાઈટો લગાવવી સખત પ્રતિબંધિત છે. લાલ લાઈટ માત્ર પાછળના ભાગે (બ્રેક લાઈટ) અને પીળી લાઈટ ઇન્ડિકેટર માટે જ વાપરી શકાય. બ્લિંકિંગ LED : હેડલાઈટ કે ટેઈલ લાઈટમાં સતત ઝબકતી લાઈટો લગાવી શકાતી નથી, કારણ કે તે અન્ય ચાલકોને મૂંઝવણમાં મૂકે છે.
    Click here to Read More
    Previous Article
    SOGની કાર્યવાહી:મેટોડામાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝબ્બે : 2.63 લાખનો મુદ્દામાલ કબજે
    Next Article
    Iran War Cost US Over $11 Billion In 6 Days: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment