Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં SOGએ 2.606 કિલો ગાંજો ઝડપ્યો:નાસ્તાની દુકાનમાંથી એક શખ્સની ધરપકડ, ₹1.16 લાખનો મુદ્દામાલ જપ્ત

    14 hours ago

    મોરબી જિલ્લા SOG ટીમે લીલાપરથી નવાગામ તરફ જતા રસ્તા પર આવેલી એક નાસ્તાની દુકાન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન દુકાનમાંથી 2.606 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, રોકડ રકમ, વજન કાંટો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,16,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને લીલાપરથી નવાગામ તરફ જતા રસ્તા પર, એકવાસેરા સેનેટરીવેર કારખાના સામે આવેલી પતરાની નાસ્તાની દુકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી આરોપી ઉદયભાઈ રામખેલાવન વર્મા (હાલ રહે. લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તે, એકવાસેરા સેનેટરી કારખાના પાસે; મૂળ રહે. ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2.606 કિલોગ્રામ ગાંજો, ગાંજાના વેચાણથી મળેલા ₹1400 રોકડા, એક વજન કાંટો અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હવે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્યાંગજનોને સ્વાવલંબન તરફ એક ડગલું:વડોદરામાં 41 લાભાર્થીઓને મોટોરાઈઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરની ભેટ આપી સશક્ત કરાયા
    Next Article
    ખેલ મહાકુંભ 2025:વડોદરાની સ્વિમિંગ ટીમનો દમદાર દેખાવ, કુલ 115 પદકો સાથે મેદાન માર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment