Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંધ ઉદ્યોગ શાળામાં 41મા નવરાત્રિની ભવ્ય ઉજવણી:શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ અને સામાન્ય બાળકોએ સાથે મળી ગરબા રમી નવરાત્રિ ઉજવી

    2 days ago

    શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે છેલ્લા 41 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા મહોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો અને સામાન્ય શાળાના વિદ્યાર્થીઓએ સાથે મળીને ઓર્કેસ્ટ્રાના તાલે ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા. સંસ્થાના બાળકોની કલા અને અદ્ભુત ઉત્સાહને વધાવવા માટે સમાજના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં સંવેદનશીલતા કેળવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્થાના લાભુભાઈ સોનાણીએ જણાવ્યું કે, પ્રજ્ઞાચક્ષુઓ આત્મગૌરવ સાથે જીવી શકે તે માટે સમાજમાં સંવેદના જાગવી જરૂરી છે. છેલ્લાં 5 વર્ષથી સામાન્ય શાળાઓના بچوںને અહીં આમંત્રિત કરાય છે, જેથી તેઓ પ્રજ્ઞાચક્ષુઓની ક્ષમતાઓથી માહિતગાર થાય. ભવિષ્યમાં આ બાળકો જ્યારે નેતા, અધિકારી, ડૉક્ટર કે એન્જિનિયર બને ત્યારે દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલ બની યોગ્ય નીતિઓ ઘડે તે જ આ આયોજનનો મુખ્ય હેતુ છે. ઓર્કેસ્ટ્રા અને ગરબામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો ઉત્સાહ સંસ્થાની વિદ્યાર્થીની લાખોતરા વિશ્વાએ પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું કે, સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ગરબે રમવાની સાથે તે પોતે ઓર્કેસ્ટ્રામાં ગાયન પણ કરે છે. અન્ય વિદ્યાર્થીની ગોહિલ ઊર્મિલાએ જણાવ્યું કે, સામાન્ય શાળાના બાળકો સાથે ગરબા રમીને બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ ખૂબ આનંદ અનુભવે છે. પ્રેરણાદાયી અને ભાવુક માહોલ સર્જાયો મહોત્સવ દરમિયાન સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોના ઉત્સાહ અને કલાને બિરદાવ્યા હતા. સામાન્ય અને પ્રજ્ઞાચક્ષુ બાળકોના આ સંગમથી સમગ્ર સંસ્થા પરિસરમાં એક પ્રેરણાદાયી અને ભાવુક માહોલ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    રશિયાના કામચટકામાં 7ની તીવ્રતાનો ભૂકંપ:ગયા વર્ષે 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ સુનામીમાં ગામનો એક ભાગ તણાઈ ગયો
    Next Article
    માણાવદરમાં બાળાઓએ નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન ગરબો રજૂ કર્યો:'માં ઉમા-ખોડલ નવરાત્રી મહોત્સવ'માં દર્શકોએ તાળીઓથી વધાવ્યા, ધારાસભ્ય સહિત અગ્રણીઓ હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment