Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રશિયાના કામચટકામાં 7ની તીવ્રતાનો ભૂકંપ:ગયા વર્ષે 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ સુનામીમાં ગામનો એક ભાગ તણાઈ ગયો

    1 day ago

    રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં શુક્રવારે 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC)એ આ માહિતી આપી. સ્થાનિક સમય મુજબ બપોરે 3:35 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ 152 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. અમેરિકન સુનામી ચેતવણી કેન્દ્રે જણાવ્યું કે આંચકા બાદ સુનામીનો કોઈ ખતરો નથી. કામચાટકા દ્વીપકલ્પ પ્રશાંત મહાસાગરના મોટા ભાગને ઘેરતા ટેક્ટોનિક પટ્ટા ‘રિંગ ઑફ ફાયર’ પર આવેલો છે. આ વિસ્તાર ભૂકંપીય ગતિવિધિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. ગયા વર્ષે જુલાઈમાં આ વિસ્તારના કિનારા નજીક 8.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીએ દરિયાકાંઠાના એક ગામના ભાગને દરિયામાં ખેંચી લીધો હતો. સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    અમે ક્યારેય કોમ્પિટિશનથી ડરતાં નથી:રિલાયન્સે કહ્યું- સ્ટારલિંકનું સ્વાગત છે, મસ્કે મુકેશ અંબાણી પર ભારતમાં કંપનીની એન્ટ્રી રોકવાનો આરોપ લગાવ્યો હતો
    Next Article
    અંધ ઉદ્યોગ શાળામાં 41મા નવરાત્રિની ભવ્ય ઉજવણી:શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ અને સામાન્ય બાળકોએ સાથે મળી ગરબા રમી નવરાત્રિ ઉજવી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment