Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેલ મહાકુંભ 2025:વડોદરાની સ્વિમિંગ ટીમનો દમદાર દેખાવ, કુલ 115 પદકો સાથે મેદાન માર્યું

    13 hours ago

    ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત અને વિશાળ ગણાતા રમત ઉત્સવ 'ખેલ મહાકુંભ'માં વડોદરાના સ્વિમર્સે પોતાની પ્રતિભાનો પરચો આપતા અપ્રતિમ સફળતા હાંસલ કરી છે. રાજ્યભરના હજારો ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડતા આ મહાકુંભમાં વડોદરાની સ્વિમિંગ ટીમે શાનદાર પ્રદર્શન કરી કુલ 115 પદકો પોતાના નામે કર્યા છે. જેમાં 43 ગોલ્ડ, 23 સિલ્વર અને 19 બ્રોંઝ પદકોનો સમાવેશ થાય છે. આ વિજય સાથે વડોદરાએ ફરી એકવાર સ્વિમિંગ ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. ત્રણ તબક્કામાં યોજાઈ હતી સ્પર્ધા ખેલ મહાકુંભ 2025ની રાજ્ય સ્તરની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન ગુજરાતના વિવિધ શહેરોમાં ત્રણ અલગ-અલગ તબક્કામાં કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત 18 અને 19 જાન્યુઆરી 2026ના રોજ વડોદરાથી થઈ હતી, જ્યાં ઓપન એજ બોયઝ અને ગર્લ્સ કેટેગરીના મુકાબલા યોજાયા હતા. ત્યારબાદ 13 અને 14 ફેબ્રુઆરી 2026ના રોજ ભાવનગર ખાતે અંડર-11, અંડર-14 અને અંડર-17 બોયઝ કેટેગરીની સ્પર્ધાઓ યોજાઈ હતી. અંતિમ તબક્કામાં 22 અને 23 ફેબ્રુઆરી 2026 દરમિયાન હિંમતનગરમાં ગર્લ્સ કેટેગરીની સ્પર્ધાઓ સંપન્ન થઈ હતી. સ્ટાર પરફોર્મર્સ: માધવ દાઉદીયા અને શિવમ કુમારની ચમક આ સમગ્ર સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓએ વ્યક્તિગત રીતે પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. અંડર-17 કેટેગરીમાં માધવ નિલેશભાઈ દાઉદીયા 05 ગોલ્ડ મેડલ જીતીને 'સ્ટાર પરફોર્મર' તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે નાની ઉંમરની અંડર-11 કેટેગરીમાં શિવમ કુમારે 02 ગોલ્ડ મેડલ જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પદક વિજેતા ખેલાડીઓની લાંબી યાદી વડોદરાને ગૌરવ અપાવનારા અન્ય મુખ્ય પદક વિજેતાઓમાં નીચે મુજબના ખેલાડીઓનો સમાવેશ થાય છે: આઝિક્યા સિંહ: 04 ગોલ્ડ, 01 સિલ્વર અવની સિંહ: 04 ગોલ્ડ, 01 બ્રોંઝ જયવલ જાની: 03 ગોલ્ડ, 01 બ્રોંઝ જયદીપ કિથોરિયા: 03 ગોલ્ડ, 01 સિલ્વર અનુશ્યા કૈથવાસ: 03 ગોલ્ડ, 01 સિલ્વર, 01 બ્રોંઝ સ્મૃતિ સિંહ: 03 ગોલ્ડ, 01 સિલ્વર, 01 બ્રોંઝ ઓમ કદમ: 02 ગોલ્ડ, 03 બ્રોંઝ સાંવી પટવા: 02 ગોલ્ડ, 02 સિલ્વર હર્ષ મહેશ્વરી: 01 ગોલ્ડ, 01 સિલ્વર, 03 બ્રોંઝ પ્રશિવ જોશી: 01 ગોલ્ડ, 01 સિલ્વર, 02 બ્રોંઝ આ ઉપરાંત ચિરાગ નેગી, આરુષ લાંજેવાર, શુભમ મેર, પ્રિષા પંચોલી, હિમધી ચૌહાણ અને સારા સરોહાએ પણ ગોલ્ડ મેડલ જીતીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. સિલ્વર અને બ્રોંઝ મેડલ જીતનાર ખેલાડીઓમાં કાશ્વી સિંહ (04 સિલ્વર), જિનલ પિત્રોડા, રેણુકા પહુ, વૈષ્ણવી કુનવારિયા, ભાવ્યા મહેતા અને અન્ય ઉભરતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. સફળતા પાછળનું સીક્રેટ: સખત તાલીમ અને માર્ગદર્શન આ ઐતિહાસિક સફળતા રાતોરાત મળી નથી. આ તમામ સ્વિમર્સ વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) હેઠળ મહિનાઓથી કઠોર તાલીમ લઈ રહ્યા છે. કોચ કૃષ્ણ પંડ્યા અને વિવેક સિંહ બોરલિયાના ટેકનિકલ માર્ગદર્શન તેમજ ટ્રેનર્સ સુબોધ કુમાર અને બિપિન કુમારની શારીરિક તાલીમે આ ખેલાડીઓને માનસિક અને શારીરિક રીતે સજ્જ કર્યા છે. ખેલાડીઓની સતત મહેનત, શિસ્ત અને કોચિંગ સ્ટાફના સમર્પણને કારણે આજે વડોદરાનું નામ રમતગમત જગતમાં ગુંજતું થયું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં SOGએ 2.606 કિલો ગાંજો ઝડપ્યો:નાસ્તાની દુકાનમાંથી એક શખ્સની ધરપકડ, ₹1.16 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ટંકારાના વીરપર પાસે અકસ્માતમાં યુવાનનું મોત:અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડ ઘનશ્યામભાઈનું નિધન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment