Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારાના વીરપર પાસે અકસ્માતમાં યુવાનનું મોત:અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડ ઘનશ્યામભાઈનું નિધન

    11 hours ago

    મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારાના વીરપર ગામ નજીક એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ૩૦ વર્ષીય યુવાન ઘનશ્યામભાઈ નંદરામભાઇ વિશ્વકર્માનું કરુણ મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના નવલખી રોડ પર વીબોક્સ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કાર્યરત ઘનશ્યામભાઈ વીરપર ગામ પાસે બા ની વાડી નજીક રોડ પર ઊભા હતા. તે સમયે એક અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તેમને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ સંતોષ નંદરામભાઇ વિશ્વકર્મા (૩૧)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ખેલ મહાકુંભ 2025:વડોદરાની સ્વિમિંગ ટીમનો દમદાર દેખાવ, કુલ 115 પદકો સાથે મેદાન માર્યું
    Next Article
    પોલીસ બંદોબસ્ત વચ્ચે ટોળું તલવાર-ધારિયા લઇ ફરી વળ્યું: VIDEO:ઘરમાં ઘૂસીને વીણી-વીણીને લોહિયાળ કર્યા, પાટણના વાયડમાં રાઠોડ સમાજના વરઘોડામાં ધિંગાણું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment