Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં લાયસન્સ વગર ફટાકડાના જથ્થા સાથે વેપારી ઝડપાયો:SOG ટીમે પટેલવાડામાં દરોડો પાડી 2.54 લાખના 2,034 બોક્સ જપ્ત કર્યા; ગુનો નોંધાયો

    1 day ago

    ગોધરા શહેરના પટેલવાડા વિસ્તારમાં SOG ટીમે દરોડો પાડી લાયસન્સ વગર સંગ્રહ કરાયેલો ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે વેપારી ચેતનકુમાર ઉર્ફે ભગત હસમુખલાલ પરીખની ધરપકડ કરી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને SOG ટીમે બાતમીના આધારે પટેલવાડામાં આવેલી ‘ભગત સીઝનેબલ સ્ટોર’માં રેડ કરી હતી. આ કાર્યવાહી જાહેર સલામતીના નિયમોના ઉલ્લંઘન સામે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડના કુલ 2,034 ફટાકડાના બોક્સ મળ્યા હતા. તેની કિંમત આશરે 2.54 લાખ રૂપિયા છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. વેપારી ચેતનકુમાર ઉર્ફે ભગત હસમુખલાલ પરીખ વિરુદ્ધ ગોધરા ટાઉન A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS તથા સ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ‘જ્ઞાનેશ કુમાર ડરી ગયા છે’:રાહુલે કહ્યું- 300 સાંસદો તેમને મળવા માગે છે, પરંતુ પોલીસ અમને રોકી રહી છે; આકાશવાણી કેમ્પસમાં બે કલાકથી ધરણા પર
    Next Article
    રાજકોટ સિવિલનાં કિચનમાં ફૂડ વિભાગનું ચેકીંગ:લાયસન્સ અને સ્ટોરેજ અંગે નોટિસ, મસાલા, તેલ, શાક અને ભાત સહિત 7 નમુના લેવાયા, 93 પેઢીમાંથી 115 કિલો વાસી-અખાદ્ય ખોરાકનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment