Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ સિવિલનાં કિચનમાં ફૂડ વિભાગનું ચેકીંગ:લાયસન્સ અને સ્ટોરેજ અંગે નોટિસ, મસાલા, તેલ, શાક અને ભાત સહિત 7 નમુના લેવાયા, 93 પેઢીમાંથી 115 કિલો વાસી-અખાદ્ય ખોરાકનો નાશ

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે લાલ આંખ કરીને 93 પેઢીઓમાં ચેકિંગ હાથ ધરીને 115 કિલો વાસી તથા અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો અને 22 પેઢીઓને નોટિસ આપી રૂ. 27,000 વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં પણ લાયસન્સ અને સ્ટોરેજ અંગે ગંભીર બેદરકારી સામે આવતા તેને નોટિસ ફટકારાઈ હતી અને મસાલા, સીંગતેલ, દાળ તેમજ શાક સહીતના કુલ 7 નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. નાયબ આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ, પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે આવી કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ, વાસી ખોરાક અને અસ્વચ્છતા સામે લાલ આંખ કરીને વ્યાપક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ફૂડ વિભાગની ટીમો દ્વારા સમગ્ર શહેરમાં કુલ 93 જેટલી વેપારી પેઢીઓ અને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા એકમો પર દરોડા પાડીને સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતી સંસ્થાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે અને મોટા પ્રમાણમાં અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સર્વેલન્સ ચેકિંગ અને દરોડાની કડક કાર્યવાહી દરમિયાન ફૂડ શાખા દ્વારા કુલ 115 કિલોગ્રામ જેટલો અખાદ્ય, વાસી, કટિંગ કરેલો અને એક્સપાયરી તારીખ વિતી ગઈ હોય તેવો અયોગ્ય જથ્થો શોધી કાઢીને તેનો ઘટનાસ્થળે જ નાશ કરાયો હતો. ઉપરાંત, ખાદ્ય સુરક્ષાના નિયમોનો અનાદર કરવા બદલ અને અસ્વચ્છતા રાખવા બદલ કુલ 22 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ રૂ. 27,000 નો દંડકી વસૂલ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વિવિધ સ્થળેથી શંકાસ્પદ ખાદ્યપદાર્થોના 7 જેટલા નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરી પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. સમગ્ર ઝુંબેશ દરમિયાન સૌથી ગંભીર અને ચોંકાવનારી બાબત સામે આવી હતી કે દર્દીઓ અને વિધાર્થીઓની આરોગ્ય સુરક્ષા સાથે જોડાયેલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય સરકારી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કિચન/કેન્ટીનમાં વ્યાપક અનિયમિતતાઓ જોવા મળી હતી. ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન રિયાલિટી ચેકમાં સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં યોગ્ય સ્ટોરેજ વ્યવસ્થાનો અભાવ તેમજ લાયસન્સ સંબંધિત ગંભીર ખામીઓ સામે આવી હતી. આ બેદરકારી બદલ આરોગ્ય શાખા દ્વારા સિવિલ હોસ્પિટલના રસોડાને નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં, રસોઈમાં વપરાતા ખોરાકની ગુણવત્તા ચકાસવા મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર, સીંગતેલ, બનેલી દાળ, ટીંડોળા-બટેટાનું શાક અને રાઇસ (ભાત) સહિતના કુલ 7 નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. શહેરના અન્ય વિસ્તારોમાં આવેલી જાણીતી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીની દુકાનો પર પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. બેડીપરા ખાતે આવેલા 'ગ્રીન પાલક પંજાબી ચાઈનીઝ'માંથી 52 કિલો વાસી શાકભાજી, મંચુરિયન અને દાઝ્યું તેલ જપ્ત કરી રૂ. 3,000 નો દંડ વસૂલાયો હતો. રૈયા ચોકડી પાસે આવેલ 'વિશ્વા ફૂડ્સ (Drizzles pizza)' માંથી 23 કિલો અખાદ્ય જથ્થો નાશ કરી રૂ. 10,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. કાલાવડ રોડ પરના 'SLURIT' માંથી એક્સપાયર બ્રેડ અને નૂડલ્સ સહિત 10 કિલો જથ્થો નાશ કરીને રૂ. 2,000 નો વહીવટી ચાર્જ લેવાયો હતો. તેમજ સાધુવાસવાણી રોડ પર 'રવિકાંત વિંદ પાણીપુરી વાલા' પાસેથી સડેલા બટેટા અને જીવાતવાળો 20 કિલો લોટ ઝડપાતા નોટિસ અને રૂ. 500 નો દંડ કરાયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ નાના કે મોટા વેપારી સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. સિવિલ હોસ્પિટલ કેન્ટીન સહિત શહેરની તમામ ખાણી-પીણીની પેઢીઓમાં હાઈજીન કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સ સહિતની બાબતો અંગે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ ફૂડ સેફ્ટી કાયદા હેઠળ આવી તપાસ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઝુંબેશ દરમિયાન પંડિત દિનદયાલ ઉપાધ્યાય (PDU) સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્ટીન અને રસોડામાં પણ તપાસ કરવામાં આવી હતી. ત્યાં લાયસન્સ અને અસ્વચ્છ સ્થિતિ અંગે નોટિસ ફટકારવામાં આવી છે, સાથે પ્રિપેર્ડ અને લૂઝ ફૂડ જેવાં કે મરચું, હળદર, ધાણાજીરું, દાળ, શાક, સીંગતેલ અને રાઇસ સહિતના કુલ 7 નમૂનાઓ લઇને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ ગ્રીન પાલક પંજાબી, વિશ્વા ફૂડ્સ તેમજ SLURIT જેવી અન્ય મુખ્ય પેઢીઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં લાયસન્સ વગર ફટાકડાના જથ્થા સાથે વેપારી ઝડપાયો:SOG ટીમે પટેલવાડામાં દરોડો પાડી 2.54 લાખના 2,034 બોક્સ જપ્ત કર્યા; ગુનો નોંધાયો
    Next Article
    ખેલ મહાકુંભની તારીખ બદલાતા ખેલાડીઓ-વાલીઓ રઝળ્યા:ઊના-કોડીનારથી આવેલા લોકો ઇણાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી પરત ફર્યા; તંત્રનો જાણ કર્યાનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment