Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેલ મહાકુંભની તારીખ બદલાતા ખેલાડીઓ-વાલીઓ રઝળ્યા:ઊના-કોડીનારથી આવેલા લોકો ઇણાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી પરત ફર્યા; તંત્રનો જાણ કર્યાનો દાવો

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર ખેલ મહાકુંભ-૨૦૨૬ની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓની તારીખમાં ફેરફાર કરાયા બાદ તેની જાણકારી કેટલાક ખેલાડીઓ અને વાલીઓ સુધી સમયસર ન પહોંચતા આજે વહેલી સવારે ઇણાજ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અણધારી સ્થિતિ સર્જાઈ હતી. વિવિધ રમતોમાં ભાગ લેવા માટે ઊના, કોડીનાર સહિતના વિસ્તારોમાંથી વહેલી સવારે ખેલાડીઓ અને વાલીઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પહોંચી ગયા હતા. જોકે સ્થળ પર પહોંચ્યા બાદ સ્પર્ધાઓ મોકૂફ રાખવામાં આવી હોવાની જાણ થતાં તેઓને પરત ફરવાની ફરજ પડી હતી. વાલી ચેતનભાઈ સુરેશભાઈ વૈષ્ણવે આ અંગે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના બાળકને લઈને સવારે આશરે 7 વાગ્યે ઇણાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા અને લાંબો સમય રાહ જોયા બાદ તારીખમાં ફેરફાર થયાની જાણ થઈ હતી. સ્થળ પર તારીખ બદલાઈ હોવાની સ્પષ્ટ સૂચના કે નોટિસ ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઊના સહિતના દૂરના વિસ્તારોમાંથી કેટલાક વાલીઓ બાળકોને લઈને વહેલી સવારે નીકળ્યા હતા. એક વાલીએ ઊનાથી સવારે 5 વાગ્યે નીકળ્યાનું જણાવ્યું હતું. જો સમયસર અને સ્પષ્ટ રીતે જાણ કરવામાં આવી હોત તો બાળકો તથા વાલીઓને આટલી મુશ્કેલી વેઠવી ન પડત. ભવિષ્યમાં આવી ક્ષતિનું પુનરાવર્તન ન થાય તે માટે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી વ્યવસ્થામાં સુધારો કરવા તેમણે માંગ કરી હતી. બીજી તરફ જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દિવારાએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી મળેલી નવી સૂચનાને પગલે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની તારીખો રદ કરીને નવી તારીખો નક્કી કરવામાં આવી છે. આ અંગે શાળાઓને પરિપત્ર, સોશિયલ મીડિયા તેમજ પ્રેસનોટ મારફતે જાણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આમ છતાં કેટલાક વાલીઓ અને ખેલાડીઓ જાણકારીના અભાવે આજે સવારે સ્થળ પર આવી પહોંચ્યા હોવાનું તેમણે સ્વીકાર્યું હતું અને તેમને થયેલી અગવડ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. અધિકારીના જણાવ્યા મુજબ હવે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન પ્રથમ તબક્કામાં યોજાશે, જ્યારે બાકીની સ્પર્ધાઓ 27 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન બીજા તબક્કામાં યોજાશે. ખેલાડીઓ પોતાની સ્પર્ધાની તારીખ, સમય અને સ્થળની માહિતી khelmahakumbh.org પર ‘Venue’ વિભાગમાં ચકાસી શકશે. સાથે જ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અથવા તાલુકા-જિલ્લા રમત કન્વીનરનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ સિવિલનાં કિચનમાં ફૂડ વિભાગનું ચેકીંગ:લાયસન્સ અને સ્ટોરેજ અંગે નોટિસ, મસાલા, તેલ, શાક અને ભાત સહિત 7 નમુના લેવાયા, 93 પેઢીમાંથી 115 કિલો વાસી-અખાદ્ય ખોરાકનો નાશ
    Next Article
    સાબરકાંઠાને સંસ્કારકાંઠા બનાવવા હિંમતનગરમાં સેમિનાર યોજાયો:‘સ્વસ્થ ભારત, સક્ષમ ભારત’ના ધ્યેય સાથે સંસ્કારમય યુવા પેઢી બનાવવાનો હેતુ, સાંસદ, ધારાસભ્ય સહિતના હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment