Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘જ્ઞાનેશ કુમાર ડરી ગયા છે’:રાહુલે કહ્યું- 300 સાંસદો તેમને મળવા માગે છે, પરંતુ પોલીસ અમને રોકી રહી છે; આકાશવાણી કેમ્પસમાં બે કલાકથી ધરણા પર

    1 day ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને 19 વિપક્ષી પાર્ટીઓના સેવ ડેમોક્રસી માર્ચને પોલીસે રોકી દીધો છે. પોલીસે રાહુલ-પ્રિયંકાને કસ્ટડીમાં લઈને બસમાં બેસાડ્યા હતા, પરંતુ તેઓ બસમાંથી ઊતરીને આકાશવાણી બિલ્ડિંગમાં ઘૂસી ગયા. બંને આકાશવાણી કેમ્પસમાં લગભગ 2 કલાકથી ધરણા પર બેઠા છે અને ચૂંટણી પંચ સુધી જવાની માગ પર અડગ છે. રાહુલે કહ્યું- 300 સાંસદો જ્ઞાનેશ કુમારને મળવા માગે છે, પરંતુ પોલીસે અમને રોકી દીધા છે. જ્ઞાનેશ કુમાર ડરી ગયા છે. જો જનપ્રતિનિધિઓને ચૂંટણી પંચને મળવા નહીં દેવામાં આવે તો લોકશાહીનો અર્થ શું છે? આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો આકાશવાણીની બહાર પહોંચ્યા અને ગેટને ધક્કો મારીને બસ પર ચઢી ગયા. પોલીસ તેમને હટાવી રહી છે. આકાશવાણીથી ચૂંટણી પંચની ઓફિસ 270 મીટર દૂર છે. વિપક્ષે નવી સંસદથી ચૂંટણી પંચ સુધી માર્ચ કાઢી હતી. પોલીસે વિપક્ષી સાંસદોને ત્રણ વખત રોક્યા. આ દરમિયાન રાહુલ હાથમાં તિરંગો લઈને બેરિકેડ્સ પર ચઢી ગયા. રાહુલ 'જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો'નું પોસ્ટર લઈને જોવા મળ્યા. ચૂંટણી પંચ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં છેલ્લા પાંચ દિવસમાં આ સાતમું પ્રદર્શન છે.
    Click here to Read More
    Previous Article
    2026ના ફિઝિક્સ નોબેલની જાહેરાત થોડી વારમાં:મેટામટિરિયલ્સ, ગ્રાફીન અને ક્વાન્ટમ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકો દાવેદાર; 11.5 કરોડ રૂપિયા મળશે
    Next Article
    ગોધરામાં લાયસન્સ વગર ફટાકડાના જથ્થા સાથે વેપારી ઝડપાયો:SOG ટીમે પટેલવાડામાં દરોડો પાડી 2.54 લાખના 2,034 બોક્સ જપ્ત કર્યા; ગુનો નોંધાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment