Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ:આગામી 7 દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી, રાજ્યમાં 2 ટકા ઓછો વરસાદ; સૌરાષ્ટ્ર-કચ્છમાં 26 ટકા વરસાદની ઘટ

    16 hours ago

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના નિઝરમાં 11 mm (0.43 ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં 10 mm અને નવસારીના ગણદેવીમાં 8 mm વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના કોઈ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ આગામી સાત દિવસ વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે 18 અને 19 ઑગસ્ટે માછીમારો પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. એટલે કે 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સામાન્ય વરસાદની કરવામાં આવી છે. અત્યારે કુલ 4 સિસ્ટમ સક્રિય છે. જેમાં ડિપ્રેશન, મોંનસુન ટ્રફ, સાકલોનીક સર્ક્યુલેશન, ટ્રફ સક્રિય છે. રાજ્યમાં સરેરાશ 510.7 mm વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સામાન્ય કરતા 2 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 26 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. આગામી પાંચ દિવસની આગાહી આજે 19 ઑગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 25થી 27 ઑગસ્ટે હવામાનમાં મોટો ફેરફાર નહીં 23 અને 24 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે. 24થી 25 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. જ્યારે 25થી 27 ઓગસ્ટ દરમિયાન પણ હવામાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. રાજ્યમાં સિઝનમાં સામાન્ય કરતા સરેરાશ એક ટકા ઓછો વરસાદ અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એકથી બે વખત ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે 1 જૂનથી અત્યાર સુધીમાં અમદાવાદમાં 593.1 મિમી (23.35 ઈંચ) વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 65.6 મિમી (2.58 ઈંચ) વધુ છે.
    Click here to Read More
    Previous Article
    ઓછી ઉંમરે હાર્ટએટેક માટે ફક્ત ઘી-તેલ જવાબદાર નથી:એપોલો હોસ્પિટલના ચેરમેને કહ્યું- 300 વર્ષ પહેલાં આવેલા દુષ્કાળને કારણે જીન્સમાં ફેરફાર થયો
    Next Article
    ATSના કહેવાથી ગ્રામ પંચાયતે આરોપીઓના પરિવારને દબાણની નોટિસ આપી:HCએ કહ્યું- પોલીસને પંચાયતની પ્રવૃતિ સાથે શું લેવાદેવા?, વકીલે કહ્યું- નોટિસ પાછી ખેચી લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment