Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ATSના કહેવાથી ગ્રામ પંચાયતે આરોપીઓના પરિવારને દબાણની નોટિસ આપી:HCએ કહ્યું- પોલીસને પંચાયતની પ્રવૃતિ સાથે શું લેવાદેવા?, વકીલે કહ્યું- નોટિસ પાછી ખેચી લેવાશે

    9 hours ago

    ગુજરાત હાઇકોર્ટે આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિઓના આરોપ હેઠળ જુલાઇ મહિનામાં ઝડપાયેલા આરોપીઓ સામે, ATSના કહેવાથી બનાસકાંઠા જિલ્લાના ભાગળ ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવનાર ડિમોલિશન ઝુંબેશ પર રોક લગાવી દીધી છે. 02 જુલાઇના રોજ, ATS એ ભાગળ ગામમાંથી મુદસ્સિર, અહેમદ ગાઝીવાલા અને મુફ્તી ફૌઝાન દાઉવા સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. તેમના પર પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદના નેટવર્કનો ભાગ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 13 જુલાઈએ ભાગળ ગ્રામ પંચાયતે બે આરોપીઓના પરિવારને નોટિસ આપી હતી 13 જુલાઇના રોજ ગ્રામ પંચાયતે ગાઝીવાલા અને દાઉવા પરિવારને નોટિસ આપીને તેમના તે બે મકાનો સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું, જેમાં આરોપીઓના પરિવારો રહી રહ્યા છે. પરિવારોએ એ સાબિત કરવાનું હતું કે તેઓ દબાણકારો નથી. ઉલ્લેખનીય છે કે આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તે ATS ની સૂચનાથી જારી કરવામાં આવી હતી. ATSના કહેવાથી નોટિસ ઈસ્યૂ થઈ હોય હાઈકોર્ટે સવાલ કર્યો ગ્રામ પંચાયતની આ નોટિસ સામે પરિવારોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જ્યાં તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, તેમની સંપત્તિઓ તોડી પાડવામાં આવશે. તેમણે ફરિયાદ કરી કે, આ નોટિસ ATSના કહેવાથી જાહેર કરવામાં આવી હતી. હાઈકોર્ટે પંચાયતના વકીલને પૂછ્યું હતું કે પોલીસ એજન્સીને પંચાયતની પ્રવૃત્તિ સાથે શું લેવાદેવા છે ? અરજદારના કાઉન્સિલે રજૂઆત કરી હતી કે, અરજદારોના પુત્રો સામે આતંકવાદ અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આક્ષેપ કરતી FIR ના સંદર્ભમાં ATS સામેલ હતું. તેમણે નાગરિક સત્તાવાળાઓને આવી કાર્યવાહી કરવાથી રોકતા અને તેમને કાનૂની પ્રક્રિયાને અનુસરવાનો નિર્દેશ આપતા સુપ્રીમ કોર્ટના આદેશો ટાંક્યા હતા. નોટિસ કોઈ ગેરસમજથી અપાઈ હોવાનો સ્વીકાર હાઇકોર્ટની પૂછપરછ પર પંચાયતના વકીલે કબૂલ્યું હતું કે, આ નોટિસ કદાચ કોઈ ગેરસમજ હેઠળ જાહેર કરવામાં આવી હતી. તેમણે એવું પણ રજૂ કર્યું હતું કે પંચાયત નોટિસ પાછી ખેંચી લેશે અને જો તે કાર્યવાહી કરવા માંગતી હશે, તો તે પંચાયત અધિનિયમની કલમ 105 અથવા અન્ય કોઈ સંબંધિત જોગવાઈનો સહારો લેશે. કલમ 105 જાહેર જમીન પરના દબાણ અને અવરોધો સાથે સંબંધિત છે, અને સત્તાધિકારીને દબાણ હટાવવાની તેમજ ગુનેગારોને દંડ કરવાની સત્તા આપે છે. હાઈકોર્ટે દ્વારા નોટિસ રદ કરવામાં આવી પંચાયત નોટિસ પાછી ખેંચવાની વિચારણા કરી રહી હોવાથી, હાઇકોર્ટે આદેશ આપ્યો કે બંને અરજીઓમાં દર્શાવેલ નોટિસ રદ કરવામાં આવે છે. જો કે આ પંચાયતને પંચાયત અધિનિયમની કલમ 105 અથવા અન્ય કોઈ જોગવાઈ હેઠળ કાયદા અનુસાર કાર્યવાહી કરતા અટકાવશે નહીં. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપીઓના પરિવારની મિલકતો અંગે પંચાયત જે પણ કાર્યવાહી કરવા માંગે છે તે ચુસ્તપણે કાયદા અનુસાર હોવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ:આગામી 7 દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી, રાજ્યમાં 2 ટકા ઓછો વરસાદ; સૌરાષ્ટ્ર-કચ્છમાં 26 ટકા વરસાદની ઘટ
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં પુસ્તકમેળો યોજાશે:ભાઈકાકા ગ્રંથાલય ખાતે 20 અને 21 ઓગસ્ટે આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment