Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં પુસ્તકમેળો યોજાશે:ભાઈકાકા ગ્રંથાલય ખાતે 20 અને 21 ઓગસ્ટે આયોજન કરાયું

    10 hours ago

    સરદાર પટેલ યુનિવર્સિટીના ભાઈકાકા ગ્રંથાલય, વલ્લભ વિદ્યાનગર ખાતે 20 અને 21 ઓગસ્ટ, 2026ના રોજ પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો સવારે 11:00 થી સાંજે 05:00 કલાક સુધી ખુલ્લો રહેશે. આ પુસ્તકમેળાનું ઉદ્ઘાટન સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર (ડૉ.) નિરંજન પટેલ અને કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલના હસ્તે થશે. આ મેળામાં સમગ્ર ભારતના 25થી વધુ પુસ્તક વિક્રેતાઓ ભાગ લેશે. મેળામાં અભ્યાસક્રમ સંબંધિત અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ પુસ્તકો ઉપલબ્ધ થશે. યુનિવર્સિટીના ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સ્પેશિયલ એજ્યુકેશન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, ઇલેક્ટ્રોનિક્સ, કોમર્સ, બિઝનેસ મેનેજમેન્ટ અને લાયબ્રેરી સાયન્સ જેવા વિવિધ વિભાગોના પુસ્તકો પ્રદર્શિત કરાશે. આ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, મહાપુરુષોના જીવનચરિત્રો, પર્સનાલિટી ડેવલપમેન્ટ, રાષ્ટ્રભક્તિ અને ચારિત્ર્ય ઘડતર અંગેના જ્ઞાનવર્ધક પુસ્તકો પણ મળશે. આ પુસ્તકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ રહેશે. આ પુસ્તકમેળાનો મુખ્ય હેતુ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, સંશોધનાર્થીઓ અને વિદ્યાર્થીઓને એક જ સ્થળેથી વિવિધ વિષયોના પુસ્તકો પૂરા પાડવાનો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉપક્રમે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેમની જરૂરિયાત મુજબના પુસ્તકો મળી રહે તે પણ એક ઉદ્દેશ્ય છે. આણંદ અને વિદ્યાનગરના તમામ વયજૂથના વિદ્યાર્થીઓ, વાચકો અને પુસ્તકપ્રેમીઓને આ મેળાનો બહોળો લાભ લેવા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    ATSના કહેવાથી ગ્રામ પંચાયતે આરોપીઓના પરિવારને દબાણની નોટિસ આપી:HCએ કહ્યું- પોલીસને પંચાયતની પ્રવૃતિ સાથે શું લેવાદેવા?, વકીલે કહ્યું- નોટિસ પાછી ખેચી લેવાશે
    Next Article
    જામનગરનો 487મો સ્થાપના દિન ઉજવાયો:રાજપૂત યુવા સંઘે ખાંભી પૂજન કરી રાજવીઓને શ્રદ્ધાંજલિ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment