Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં દિવાળી વેકેશનના નિયમોનો ભંગ:મોદી, RKC, ઉત્કર્ષ સહિત 10 સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જતા DEOને રજૂઆત

    7 hours ago

    ગુજરાત સરકાર દ્વારા 5થી 25 નવેમ્બર એમ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ રાજકોટની અમુક ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરતી હોય તેવી રજૂઆત કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી છે. જેમાં 10 જેટલી શાળાઓમાં ધોરણ 1 થી વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાયું હોવાની ફરિયાદ કરવામાં આવી છે, જેના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. દિવાળીનું વેકેશન 5થી 25 નવેમ્બર સુધીનું: રોહિત રાજપૂત સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટમાં રાજ્ય સરકારના શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળીનું વેકેશન 5થી 25 નવેમ્બર સુધીનું છે, પરંતુ રાજ્ય સરકાર માત્ર કાગળ પર વેકેશન પાડતી હોય અને જે-તે જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા તેનું કડક અમલીકરણ ન કરાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં મોટાભાગની શાળાઓ 15 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓની અઢળક ફરિયાદો મળી છે. રાજકોટની લગભગ 10થી વધુ શાળાઓ આજે ચાલુ છે વેકેશનની શરૂઆતથી જ જિલ્લા શિક્ષણ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે વેકેશનની સંપૂર્ણ અમલવારી થવી જોઈએ. જેથી બાળકો પરિવાર સાથે સમય વિતાવી શકે, માનસિક તણાવમાંથી દૂર થાય અને અન્ય પ્રવૃત્તિઓ કરી શકે. જોકે સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળાઓ ચાલુ હોવાની ફરિયાદો મળ્યા બાદ તપાસ કરતાં રાજકોટની લગભગ 10 થી વધુ શાળાઓ આજે ચાલુ હોવાનું સામે આવ્યું છે. શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરે ઉત્કર્ષ સ્કૂલ, રાજકુમાર સ્કૂલ, કલરવ સ્કૂલ, વેસ્ટવુડ સ્કૂલ, અંબિકા વિદ્યાલય (યુનિવર્સિટી રોડ), વિઝડમ સ્કૂલ, મહાત્મા ગાંધી સ્કૂલ, સત્યપ્રકાશ સ્કૂલ (બંને બ્રાન્ચ), મોદી સ્કૂલ (બંને બ્રાન્ચ) અને સરસ્વતી સ્કૂલનો સમાવેશ થાય છે. આ અંદાજીત 10 થી વધુ શાળાઓએ ધોરણ 1 થી શૈક્ષણિક કાર્ય શરૂ કરી દીધું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક હોવાથી તે અંગે કોઈ વાંધો નથીl પરંતુ ધોરણ 1ના નાના બાળકોને પણ પૂરેપૂરું વેકેશન આપવામાં આવ્યું નથી. વાલીઓ અને આગેવાનોએ માંગ કરી છે કે જિલ્લા શિક્ષણ વિભાગ તાત્કાલિક ધોરણે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરો મોકલી આ શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરે. તપાસ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે: DEO આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, 26 નવેમ્બરથી દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે અને શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે જે પહેલા શાળાઓમાં અત્યારથી શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું હોવાની ફરિયાદ મળી છે. જેથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોને તપાસ માટે મોકલવામાં આવ્યા છે તેમના તપાસ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના LC-4 અંડરબ્રિજમાં 15 દિવસમાં જ પાણી ભરાતાં ફરી બંધ:15 દિવસમાં શરૂ નહીં થાય તો વેપારીઓ અને સ્થાનિકો આંદોલનની ચીમકી
    Next Article
    ગિરનાર લીલી પરિક્રમાને લઈ કલેક્ટરે જાહેર કરી વ્યવસ્થાઓ:પરિક્રમા 20-21 નવેમ્બરે શરૂ, જંગલમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખવું; પાણી, સુરક્ષા અને મેડિકલ સહિતની તૈયારીઓ પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment