Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના LC-4 અંડરબ્રિજમાં 15 દિવસમાં જ પાણી ભરાતાં ફરી બંધ:15 દિવસમાં શરૂ નહીં થાય તો વેપારીઓ અને સ્થાનિકો આંદોલનની ચીમકી

    7 hours ago

    ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલા LC-4 અંડરબ્રિજની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને 30 ઓક્ટોબરના રોજ આ અંડરબ્રિજ ટુ-વ્હીલર વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે, અંડરબ્રિજ શરૂ થયાના માત્ર 15 દિવસમાં જ તેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતાં તંત્ર દ્વારા ફરી બંધ કરી દેવામાં આવ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ શરૂ થયેલો અંડરબ્રિજ ફરી બંધ થતાં વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અંડરબ્રિજ બંધ થતાં વેપારીઓના ધંધા પર અસર અંડરબ્રિજ બંધ થવાને કારણે આસપાસના વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર પડી રહી છે. વાહનચાલકો અને ગ્રાહકોની અવરજવર અટકી જતાં વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વેપારી હેમંતભાઈ ચેલારામાણીએ તંત્ર સમક્ષ વહેલી તકે બાકી રહેલી કામગીરી પૂર્ણ કરી અંડરબ્રિજ ફરી શરૂ કરવાની માંગ કરી છે. 15 દિવસમાં શરૂ નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન આ મામલે સામાજિક કાર્યકર સંજયભાઈ ટેલાણીએ પણ તંત્રને આવેદનપત્ર પાઠવી અંડરબ્રિજ 15 દિવસમાં ફરી શરૂ કરવાની માંગ કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો નિયત સમયમર્યાદામાં અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં નહીં આવે તો સ્થાનિકો સાથે મળીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તંત્રની કામગીરી સામે સવાલો ચાર વર્ષથી ચાલી રહેલી કામગીરી બાદ માંડ શરૂ થયેલો અંડરબ્રિજ માત્ર 15 દિવસમાં જ પાણી ભરાવાની સમસ્યાને કારણે બંધ કરવાની ફરજ પડતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હવે આગામી 15 દિવસમાં તંત્ર સમસ્યાનો ઉકેલ લાવી અંડરબ્રિજ ફરી શરૂ કરે છે કે સ્થાનિકોને આંદોલન કરવાની ફરજ પડે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના મોટા સોનેલા ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી:મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, આદિવાસી સમાજના ગૌરવ અને સંઘર્ષને યાદ કરાયો
    Next Article
    રાજકોટમાં દિવાળી વેકેશનના નિયમોનો ભંગ:મોદી, RKC, ઉત્કર્ષ સહિત 10 સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જતા DEOને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment