Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરના મોટા સોનેલા ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી:મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, આદિવાસી સમાજના ગૌરવ અને સંઘર્ષને યાદ કરાયો

    7 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ખાતે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા સોનેલા સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રમેશ કટારા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ : મંત્રી સંમેલનને સંબોધતા મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2021થી સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ભવ્ય ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ ઉજવણીનો હેતુ નવી પેઢીને મહાન ક્રાંતિકારી બિરસા મુંડાના સંઘર્ષ, બલિદાન અને યોગદાનથી પરિચિત કરાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓનો વિકાસ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોથી ગામેગામ પાકા રસ્તાઓ, આધુનિક દવાખાનાઓ, સ્માર્ટ ક્લાસ ધરાવતી શાળાઓ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો તેમજ એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. કોરોના મહામારી દરમિયાન નાગરિકોને વિનામૂલ્યે રસી આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવાની યોજના પણ સતત અમલમાં છે. માનગઢ ધામનો વિકાસ અને શહીદ ગુરુ ગોવિંદજીની સ્મૃતિઓને ઉજાગર કરવાનું કાર્ય પણ કરવામાં આવ્યું છે. સમાજના વિકાસમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા મહત્વપૂર્ણ સંમેલનના હેતુ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ગામના વરિષ્ઠ નાગરિકો, નિવૃત્ત શિક્ષકો, વડીલો અને બહેનો સમાજના સાચા માર્ગદર્શક છે. સમાજમાં સુધારણા લાવવા, શિક્ષણનો વ્યાપ વધારવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે પ્રબુદ્ધ નાગરિકોનું માર્ગદર્શન મહત્વપૂર્ણ છે. સાથે જ સમાજની જૂની પરંપરાઓ અને સંસ્કૃતિને જીવંત રાખવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. બિરસા મુંડાના જીવનમાંથી એકતાની પ્રેરણા લેવા અપીલ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે જણાવ્યું હતું કે, 15 નવેમ્બર, 1875ના રોજ ઝારખંડના એક નાના ગામમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાએ પોતાના અલ્પ જીવનકાળમાં અસાધારણ કાર્યો કરીને વિશ્વભરમાં ઓળખ મેળવી હતી. તેમણે બિરસા મુંડાના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લઈને સમાજના તમામ લોકોએ એકતાની ભાવના સાથે આગળ વધવા તથા પોતાના સમાજ અને લોકોને પ્રગતિના માર્ગે લઈ જવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં હિટ એન્ડ રન:ભારતનગર સર્વિસ રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત
    Next Article
    ગોધરાના LC-4 અંડરબ્રિજમાં 15 દિવસમાં જ પાણી ભરાતાં ફરી બંધ:15 દિવસમાં શરૂ નહીં થાય તો વેપારીઓ અને સ્થાનિકો આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment