Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં હિટ એન્ડ રન:ભારતનગર સર્વિસ રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત

    7 hours ago

    રાજકોટના આજીડેમ વિસ્તારમાં આવેલા ભારત નગર સર્વિસ રોડ પર આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ગમારા પેટ્રોલ પંપ નજીક એક બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 50 વર્ષીય આધેડનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ડમ્પર ચાલકે એક બાઇકને અડફેટે લીધું આજ રોજ સવારના સમયે ભારત નગર સર્વિસ રોડ પર ગમારા પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલા ગગજીભાઈ ટપુભાઈ ખોડાણીના બાઇકને એક ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગગજીભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમયે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતા 108ના ઈએમટી ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ગગજીભાઈની તપાસ તેમને મૃત જાહેર કર્યા હતા. ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી બનાવ અંગે પોલીસને જાણ થતા આજીડેમ પોલીસ ટીમે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન દોડશે, આવતીકાલથી બુકિંગ શરૂ:20 અને 27 નવેમ્બરે અમદાવાદથી જ્યારે 23 અને 30 નવેમ્બરે દરભંગાથી ટ્રેન પરત ફરશે
    Next Article
    મહીસાગરના મોટા સોનેલા ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી:મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, આદિવાસી સમાજના ગૌરવ અને સંઘર્ષને યાદ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment