Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન દોડશે, આવતીકાલથી બુકિંગ શરૂ:20 અને 27 નવેમ્બરે અમદાવાદથી જ્યારે 23 અને 30 નવેમ્બરે દરભંગાથી ટ્રેન પરત ફરશે

    7 hours ago

    શિયાળાની ઋતુ અને તહેવારોની સીઝન દરમિયાન ટ્રેનોમાં થતી મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ અને બિહારના દરભંગા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. 20 અને 27 નવેમ્બરે અમદાવાદથી જ્યારે 23 અને 30 નવેમ્બરે દરભંગાથી ટ્રેન ઉપડશે. અમદાવાદથી દરભંગા અને દરભંગાથી અમદાવાદ પરત ફરશે અમદાવાદ–દરભંગા સ્પેશિયલ ટ્રેન આગામી 20 અને 27 નવેમ્બરે અમદાવાદથી રાત્રે 8.25 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે રવિવારે સવારે 10:30 વાગ્યે દરભંગા પહોંચશે. એ જ રીતે, પરત મુસાફરી માટે દરભંગા–અમદાવાદ સ્પેશિયલ 23 અને 30 નવેમ્બરે દરભંગાથી વહેલી રાત્રે 3 વાગ્યે રવાના થશે અને મંગળવારે સાંજે 4.35 વાગ્યે અમદાવાદ પરત ફરશે. 17 નવેમ્બરથી ટ્રેન માટેનું બુકિંગ શરૂ થશે આ ટ્રેન ​બંને દિશામાં છાયાપુરી, રતલામ, નાગદા, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ઈદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, વારાણસી, ઔંડીહાર, ગાઝીપુર સિટી, છપરા, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ સીટિંગના કોચ જોડવામાં આવશે. ટ્રેન માટેનું બુકિંગ 17 નવેમ્બરે સવારે 8:00 વાગ્યાથી તમામ પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર લીલી પરિક્રમા: કલેક્ટર યોગેશ ચૌધરીએ જાહેર કરી વ્યવસ્થાઓ:ગિરનાર પરિક્રમા 20-21 નવેમ્બરે શરૂ થશે, જંગલ આ વર્ષે સુકુ હોવાથી આગ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું,પાણી, સુરક્ષા અને મેડિકલ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ
    Next Article
    રાજકોટમાં હિટ એન્ડ રન:ભારતનગર સર્વિસ રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment