Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોક્સો કેસમાં દુષ્કર્મીને 20 વર્ષની સખત કેદની સજા:ડેસરના યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચરીને સગર્ભા બનાવી હતી

    7 hours ago

    વડોદરાના ડેસરમાં 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવવાના ચકચારી કેસમાં સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી 22 વર્ષીય જયદીપ કેશવભાઈ જાદવને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઢોર ચરાવવા જતી વખતે સગીરા સાથે સંપર્ક કરીને ફસાવી હતી આરોપી જયદીપ જાદવ મજૂરી કામ કરતો હતો. ગામની સીમમાં ઢોર ચરાવવા જતી વખતે તેનો આરોપી સાથે 17 વર્ષની સગીરાનો સંપર્ક થયો હતો. આ સમયે જયદીપે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન સગીરાના માતા-પિતા તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરવાનું કહેતા સગીરાએ આરોપી જયદીપને જાણ કરી હતી. ત્યારબાદ 23 જાન્યુઆરી 2025ની મોડી રાત્રે આરોપી સગીરાને ભગાડીને લઈ ગયો હતો. બંને બાઇક પર બાલાસિનોર પહોંચ્યા બાદ અમદાવાદ ગયા હતા. ત્યાંથી ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પાસે ખેતરમાં આવેલી ઓરડીમાં આશરે 8 મહિના સુધી રોકાયા હતા અને ખેતમજૂરી કરતા હતા. આ સમયગાળા દરમિયાન પણ આરોપીએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. 2025માં આરોપીની ધરપકડ કરાઈ હતી સગીરા ગુમ થતાં તેના પિતાએ 28 જાન્યુઆરી 2025ના રોજ ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડેસર પોલીસે તપાસ બાદ 13 સપ્ટેમ્બર 2025ના રોજ વલ્લભીપુર ખાતેથી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા હતા, જ્યારે 14 સપ્ટેમ્બર 2025ના રોજ આરોપી જયદીપ જાદવની ધરપકડ કરવામાં આવી હતી. સજા માટે DNA રિપોર્ટ મહત્વનો સાબિત થયો, દોષિતને 20 વર્ષની સખત કેદની સજા પોલીસ તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં એફ.એસ.એલ. સુરત દ્વારા કરવામાં આવેલી DNA તપાસમાં સગીરાએ જન્મ આપેલા બાળક અને આરોપી વચ્ચે જૈવિક પિતા-પુત્રનો સંબંધ હોવાનું સાબિત થયું હતું. આ ઉપરાંત સયાજી હોસ્પિટલ, વડોદરાના ગાયનેકોલોજિસ્ટના નિવેદન તેમજ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા કલમ 183 મુજબના નિવેદન સહિતના પુરાવાઓ પણ કેસમાં મહત્વપૂર્ણ સાબિત થયા હતા. આ તમામ પુરાવા અને રજૂઆતોને ધ્યાને લઈ સાવલી સ્પેશિયલ પોક્સો અદાલતે આરોપી જયદીપ કેશવભાઈ જાદવને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા પાસે ટ્રેનની અડફેટે 77 વર્ષીય વૃદ્ધનું મોત:ખરસાલીયા રેલવે સ્ટેશન નજીકથી પસાર થતી વખતે અકસ્માત, પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    સાપુતારા પોલીસે 87,799ના 4 ગુમ મોબાઇલ પરત કર્યા:‘તેરા તુજકો અર્પણ’ પ્રોજેક્ટ હેઠળ મૂળ માલિકોને સોંપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment