Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસલીની આડમાં નકલી જંતુનાશક દવાઓ બનાવવાનું કૌભાંડ ઝડપાયું:રાજકોટ ગ્રામ્ય SOGએ ત્રણ કારખાનામાં દરોડો પાડી 25 લાખથી વધુ કિંમતની ડુપ્લીકેટ દવાના જથ્થા સાથે ચારને ઝડપી પાડ્યા

    13 hours ago

    રાજકોટ જિલ્લામાં એગ્રિકલચરમાં વપરાતી જંતુનાશક દવા બનાવતી કંપનીઓમાં અસલીની આડમાં નકલી દવા બનાવી વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો છે. ગ્રામ્ય SOG પોલીસ દ્વારા રાજકોટ જિલ્લાના લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસલી જંતુનાશક દવાઓની આડમાં ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ બનાવનારી 3 કંપનીમાં દરોડો પાડીને 25 લાખથી વધુ કિંમતની ડુપ્લીકેટ જંતુનાશક દવા સાથે ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ પોલીસે કોપી રાઇટ એક્ટ તેમજ બીએનએસની કલમ 318 (4) મુજબ ગુનો નોંધી દવાના સેમ્પલ પરીક્ષણ અર્થે ગાંધીનગર લેબ ખાતે મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવ્યા બાદ આગળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના જણાવ્યા મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા લોધિકા તાલુકાના વીરવા ગામ ખાતે આવેલી શક્તિ કેમિકલ કંપની ખાતે રેઇડ પાડવામાં આવતા ત્યાંથી યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ નામની કંપનીની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જ્યાંથી પોલીસે કુલ 14,10,000ની કિંમતની ડુપ્લીકેટ દવાઓનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. તેમજ એમ.એસ.સી કેમિકલનો અભ્યાસ કરી ચૂકેલા અને રાજકોટ ખાતે રહેતા 28 વર્ષીય ધવલ કોરાટ વિરુદ્ધ લોધીકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 318 (4) તેમજ કોપીરાઇટ એક્ટ 51, 63, 65 સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લોધિકા તાલુકાના રાવકી ગામ ખાતે ગ્રીન ભારત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં રેઇડ પાડવામાં આવતા ત્યાંથી યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ નામની કંપનીની ડુપ્લીકેટ દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. તે સંદર્ભે રાજકોટ ખાતે રહેતા 30 વર્ષીય સાહિલ ટીમબડીયા અને 35 વર્ષીય કશ્યપ આકોલીયા વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ લોધીકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો છે. જયારે લોધિકા તાલુકાના માખાવડ ગામેં આવેલી એડીકોન પેસ્ટીસાઈડ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના કારખાનામાંથી રૂ.1,95,750ની કિંમતની ડુપ્લીકેટ જંતુનાશક દવાનો જથ્થો મળી આવતા 27 વર્ષીય ધ્રુવ પટોળિયા વિરુદ્ધ લોધિકા પોલીસ સ્ટેશન ખાતે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ નામની કંપનીમાં બનતી ખેતીની દવાઓની પેટન્ટની કોપી કરવામાં આવતી હોવાનું તેમજ દવાઓ પોતાના માલિકીના કારખાનામાં મિશ્રણ કરી બજારમાં વેચાણ અર્થે મોકલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. તદુપરાંત આરોપીઓ દ્વારા યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ નામની કંપની દ્વારા વેચાણ કરવામાં આવી રહેલ જંતુનાશક દવાના નામ સાથે ભળતાં નામથી દવાઓ માર્કેટમાં વેચાણ કરવામાં આવતી હોવાનો પણ ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. આરોપીઓ દ્વારા એગ્રીકલ્ચરમાં ઉપયોગમાં લેવામાં આવતી ડુપ્લીકેટ દવાઓ બનાવવામાં આવતી હતી તે પૈકી કેટલીક દવાઓ ઘાસ બાળવા માટે વપરાય છે તો કેટલીક દવાઓ મગફળી અને કપાસના પાક માટે વપરાતી હોવાનું સામે આવ્યું છે. SOG દ્વારા કબજે કરવામાં આવેલ જંતુનાશક દવાઓના સેમ્પલને ગાંધીનગર પેસ્ટીસાઈડ્સ લેબમાં મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવ્યા બાદ જે પણ કલમનો ઉમેરો કરવાનો રહેતો હશે તે કલમનો ઉમેરો પણ કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસમાં છેલ્લા એક દોઢ વર્ષથી આરોપીઓ આ પ્રકારે ડુપ્લીકેટ દવાઓ બનાવતા હોવાનું તેમજ તેનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ઇન્ડિયા માર્ટ નામની ઓનલાઇન પોર્ટલ તેમજ જુદા જુદા ડીસ્ટ્રીબ્યુટરના માધ્યમથી ઓફલાઈન પણ વેચાણ કરતા હોય છે. જો કે ઝડપાયેલ આરોપીઓ પાસે 60થી 70 જેટલી અન્ય જંતુનાશક દવાઓના પેટન્ટ પણ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમને પણ મદદ લેવામાં આવી હતી અને તેમની હાજરીમાં જ તમામ દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ઝડપી પાડેલ આરોપી સાહિલ વિરુદ્ધ અગાઉ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે પણ કોપીરાઇટ એક્ટ અંતર્ગત ગુનો દાખલ થઈ ચૂક્યો છે. ત્યારે આરોપીઓ ડુપ્લીકેટ દવાઓ બનાવવા માટે રો મટીરીયલ ક્યાંથી લેતા હતા.? કઈ રીતે ડુપ્લીકેટ દવાઓ તૈયાર કરતા હતા.? તેમજ એન્ડ યુઝર સુધી કઈ રીતે દવાઓ પહોંચાડતા હતા તે સહિતની બાબતો અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ દ્વારા વાર્ષિક કેટલા કરોડની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હતી તેમજ તેનું વેચાણ કેટલું કરવામાં આવતું હતું તે બાબતે પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હિમાલયા પાર્ટીપ્લોટના સંચાલકની જેલમાં તબિયત લથડ્યા બાદ મોત:ગભરામણ થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, 5 માર્ચે સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા હતા
    Next Article
    નાયબ કલેકટર મકવાણાએ ચોટીલા નગરપાલિકાના વહીવટદારનો ચાર્જ સંભાળ્યો:વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી, સુધારા સૂચવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment