Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા પાસે મામલતદારની ટીમ પરના હુમલામાં 5 ખનીજ માફિયા પકડાયા:ટીમે ગેરકાયદે રેતી ભરેલી ટ્રક છોડાવીને તલાટીને મારમારીને ધમકી આપી હતી‎

    7 hours ago

    ગોધરાના બામરોલી ચોકડી પાસે મામલતદારની ટીમે પકડેલા રેતી ભરેલા વાહન ખનીજ માફિયા ઓ છોડાવીને અધીકારીઓને મારમારીને સરકારી કામમાં રૂકાવટ કરી હતી. ગોધરા તાલુકા પોલીસે 5 ખનીજ માફિયાઓને વાહનો સાથે પકડી પાડયા હતા. ગોધરામાં બિનઅધિકૃત રેતી ખનન અને પરિવહન પર દરોડા દરમિયાન મામલતદાર અને તલાટીની સંયુક્ત ટીમે સીમલીયા રોડ પર રોયલ્ટી વિનાની રેતી ભરેલી બે ટ્રક ઝડપી હતી. તે દરમ્યાન વિનોદ વણઝારા સહીત 10 ઇસમોએ ગાડીઓમાં આવીને રેવન્યુ તલાટી ચિરાગ ગોસ્વામી સાથે મારપીટ કરી બંને ટ્રક ભગાડી મૂકી હતી. પીછો કરતા બામરોલી ચોકડી નજીક આરોપીઓએ સરકારી કાર ઘેરી લીધી હતી. ચિરાગ વણઝારા, કિશન વણઝારા, કરણ અને રોની વણઝારા સહિતના શખ્સોએ ગ્રામ્ય મામલતદાર તરુણ પટેલ, સિટી મામલતદાર એમ.એસ. જાડેજા અને ટીમ સાથે ગેરવર્તણૂક કરી જાનથી મારવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત તલાટીને સારવાર અર્થે સિવિલ ખસેડાયા છે. ગોધરા તાલુકા પોલીસે 5 નામજોગ અને 5 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાલુકા પોલીસે ખનીજ માફિયાને પકડવા ટીમો બનાવીને વિનોદભાઈ વણઝારા, ચિરાગ વણઝારા, કિશનભાઈ વણઝારા, કરણભાઈ વણઝારા અને રાહુલ વણઝારાને પકડી પાડયા હતા. પોલીસે વાહનો તેમજ ખનનમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો પણ જપ્ત કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચોર સાથે ‘લાલો’ ફિલ્મ જેવો સીન થયો:બંધ ઘરમાં ઘુસ્યો ને ઝાળીમાં ભરાયો; ‘ગેનીબેનને પાડી દેવાનો પ્લાન હતો’ ગુલાબસિંહે કોંગ્રેસીઓની કુંડળી ખોલી
    Next Article
    અરજીના 1 વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ‎:પશુપાલન વિભાગના તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર અને કોન્ટ્રાક્ટર સામે રૂ.32.42 લાખની ઉચાપત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment