Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલેશ્વર ડિમોલિશનમાં કાજુકતરીનો વિવાદ:મનપા કચેરીએ કોંગ્રેસનો કાજુકતરી સાથે વિરોધ, પત્રકારો માટે ચા-નાસ્તા સાથે મીઠાઈ રાખવામાં આવ્યાની ડો.જયેશ વાંકાણીની સ્પષ્ટતા

    9 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના જનરલ બોર્ડ પહેલા જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખાણીપીણીના ખર્ચને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મામલે જનરલ બોર્ડની બેઠક પૂર્વે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટરોએ હાથમાં કાજુકતરી રાખીને શાસક પક્ષ અને અધિકારીઓ સામે અનોખી રીતે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જેમાં જનતાના આંસુઓ વચ્ચે પદાધિકારીઓ મોંઘી ડીશો જમ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમજ ડિમોલેશનના નામે અધિકારીઓ પિકનિક મનાવવા ગયા હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. જોકે આ તમામ આરોપોનું ખંડન કરતા આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ સ્ટાફ માટે નહીં પરંતુ પત્રકારો માટે પ્રોટોકોલ મુજબ ચા-નાસ્તાની સાથે મીઠાઈ રાખવામાં આવી હોવાની સ્પષ્ટતા કરી હતી. જનતાના આંસુઓ વચ્ચે પદાધિકારીઓ મોંઘી ડીશો જમ્યા:દીપ્તિબેન સોલંકી આ મામલે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે જંગલેશ્વરમાં ગરીબ અને સામાન્ય માણસોના આશરા તોડવામાં આવી રહ્યા હતા અને લોકો લોહીના આંસુએ રડી રહ્યા હતા. આવા કપરા સમયે જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓ માનવતાને શરમાવે તે રીતે કાજુકતરી, ખજૂર રોલ અને મોંઘી વાનગીઓની ડીશો જમી રહ્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે તત્કાલીન કમિશનરને શું આ બાબતની જાણ નહોતી? તેમણે વધુમાં માંગ કરી છે કે આ બિલ રાજકોટની નિર્દોષ જનતાના માથે ન નાખવામાં આવે અને ખાઉધરા આવા પદાધિકારીઓ પાસેથી જ આ રકમ વસૂલવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી હતી. ડિમોલિશનના નામે અધિકારીઓ પિકનિક મનાવવા ગયા હતા:મકબુલ દાઉદાણી કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ આક્ષેપ કર્યો હતો કે, ગરીબોના મકાન તોડતી વખતે રાજકોટના ભ્રષ્ટ અધિકારીઓ ત્યાં પિકનિક મનાવવા ગયા હોય તેવું લાગી રહ્યું હતું. ગરીબો રડતા હતા અને આ લોકો રૂ. 200ની થાળીઓ, એસી હોલ અને રાઉન્ડ ટેબલ પર બેસીને જમતા હતા. 'જાફર ટી સ્ટોલ' પર ચા-નાસ્તો જ મળે છે, ત્યાં કોઈ કાજુકતરી જેવી મીઠાઈ મળતી નથી, છતાં તેના નામે ખોટા બિલ બનાવવામાં આવ્યા છે. આ માત્ર અધિકારીઓના ખિસ્સા ભરવા અને પોતાની જેબ ભરવાનો એક ભ્રષ્ટાચાર છે. આ દરખાસ્ત કમિશનરના ટેબલ પરથી જ રદ થવી જોઈએ અને સ્ટેન્ડિંગ કમિટીમાં જવી જ ન જોઈએ તેવી કોંગ્રેસની ઉગ્ર માંગ છે. કાજુકતરી બિલ વિવાદમાં અધિકારીની સ્પષ્ટતા રાજકોટનાં જંગલેશ્વરનાં ઐતિહાસિક ડીમોલિશનનું બિલ તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવતા ચેરમેન દ્વારા પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું. આ બીલમાં કાજુકતરી અને ખજૂર રોલ જેવી મીઠાઈઓનાં બિલ હોવાથી અધિકારીઓએ મહાપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચા જગાવનારા કાજુકતરીના બિલના વિવાદ મામલે આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ દિવ્યભાસ્કર સમક્ષ એકદમ વિગતવાર અને મુદ્દાસર સ્પષ્ટતા રજૂ કરી હતી. 'આક્ષેપો થયા હતા તે તદ્દન પાયાવિહોણા' ડો. વાંકાણીએ સોશિયલ મીડિયા અને અન્ય રાજકીય વર્તુળોમાં મનપાના અધિકારીઓ ડિમોલિશ કામગીરી દરમિયાન કાજુકતરી ઝાપટી ગયા હોવાના જે આક્ષેપો થયા હતા તેને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે આ વાયરલ બિલ પાછળનું અસલી કારણ અને સમગ્ર ઘટનાક્રમની વિગતો જાહેર કરીને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તેમણે સમગ્ર મામલાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી એક મોટી ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન વિવિધ વિભાગોના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સતત ગ્રાઉન્ડ ઝીરો પર ફરજ બજાવી રહ્યા હતા. લાંબી કામગીરી હોવાથી બિસ્કીટ, ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી આ લાંબી કામગીરીને ધ્યાનમાં રાખીને મનપાના વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિભાગને ખાસ સૂચના આપવામાં આવી હતી કે ડિમોલિશનના સ્થળ પર જ વિવિધ લેવલે કામ કરતા સ્ટાફ માટે ચા-કોફી, નાસ્તો અને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવી. આ આદેશના અનુસંધાને મનપાની ફૂડ શાખા દ્વારા સ્થળ પર જઈને કર્મચારીઓ માટે માત્ર પેકેજ્ડ ફૂડ, બિસ્કિટ અને પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. કામગીરીના સ્થળે કોઈ વૈભવી નાસ્તો મોકલવામાં આવ્યો ન હતો. પ્રેસ કોન્ફરન્સ માટે મીઠાઈ રાખવામાં આવી:ડો.જયેશ વાંકાણી કાજુકતરીના ઉપયોગ અને તેના બિલનાં થયેલા વિવાદ પર વિશેષ ભાર મૂકતા ડો. જયેશ વાંકાણીએ ખુલાસો કર્યો કે, ડિમોલિશનની આખી પ્રક્રિયા તા. 23 અને 24 બે દિવસમાં સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ, 25 તારીખે માનનીય મનપા કમિશનરના અધ્યક્ષસ્થાને મનપા સેન્ટ્રલ ઓફિસ ખાતે એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ડિમોલિશનની વિગતો આપવા માટે શહેરના 150 કરતા પણ વધુ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સરકારી પ્રોટોકોલ અને ભૂતકાળની પરંપરા મુજબ પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ પત્રકારો માટે નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. 'ફૂડ સપ્લાય માટે ત્રણ-ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા થઈ' આ નાસ્તાના મેનૂમાં કાજુકતરી, સમોસા, વેફર્સ, ખમણ, ખજૂર રોલ અને ચા, કોફી અને પાણી સામેલ હતા. હાલ જે બિલ ચર્ચાનો વિષય બન્યું છે તે આ પ્રેસ કોન્ફરન્સના નાસ્તાનું છે, નહીં કે ડિમોલિશન સાઈટનું. અંદાજે રૂપિયા 35000 જેટલી રકમના આ બિલ અને મોંઘા ભાવો અંગે થઈ રહેલી ચર્ચાઓનો જવાબ આપતા તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં મનપાના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ સપ્લાય માટે ત્રણ-ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ત્રીજા ટેન્ડરમાં એજન્સીઓ તરફથી ખૂબ જ ઊંચા ભાવો આવ્યા હતા. તેની સરખામણીમાં આરાધના એજન્સી દ્વારા આપવામાં આવેલો વ્યક્તિ દીઠ ભાવ ઘણો વ્યાજબી હતો. 'કોન્ટ્રાકટ આરાધના એજન્સીને અપાયો હતો' આ કોન્ટ્રેક્ટમાં 150થી વધુ પત્રકારો માટે અનલિમિટેડ બે પ્રકારની સ્વીટ, અનલિમિટેડ સમોસા, ખમણ, વેફર્સ અને ચા-કોફી સર્વ કરવાનું નક્કી કરાયું હતું. આ બિલ માત્ર ખાદ્ય સામગ્રીનું જ નથી, પરંતુ પ્રોટોકોલ મુજબ એકદમ હાઈજેનિક (સ્વચ્છ) કન્ડિશનમાં સામગ્રી લાવીને તેને યોગ્ય ડિશ, પ્લેટ અને કપમાં પ્રોફેશનલી સર્વ કરવા સુધીની કેટરીંગ સર્વિસ સાથેનો સંયુક્ત ભાવ છે, જેથી આમાં કોઈ પણ પ્રકારનું નાણાકીય નુકસાન કે ગેરરીતિ થઈ નથી. આરાધના એજન્સી માત્ર ચા-નાસ્તાનું વેચાણ કરતી હોવા છતાં તેની પાસેથી મીઠાઈ કેમ લીધી તે મુદ્દે તેમણે જણાવ્યું કે આ કોન્ટ્રાકટ આરાધના એજન્સીને અપાયો હતો. જે અંતર્ગત તેમણે બહારથી લાવીને આ મીઠાઈ પુરી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં જંગલેશ્વરનું ડિમોલિશન ઐતિહાસિક હતું. આ મેગા ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ સુવિધા જળવાઈ રહે તે માટે કુલ 4800 જેટલો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીને સુઆયોજિત રીતે પાર પાડવા માટે કુલ 7 જોનમાં ડિમોલેશન કામગીરી ડિવાઇડ કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે 2300 પોલીસ સ્ટાફ હાજર હતો, જ્યારે કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે 25 જેટલી મેડિકલ ટિમો ઘટનાસ્થળે હાજર રાખવામાં આવી હતી. આ ડિમોલિશન કામગીરી દરમિયાન ફાયર, PGVCL, આરોગ્ય, પોલીસ ઉપરાંત મેડિકલ સહિતની ટિમો તૈનાત કરવામાં આવી હતી. આ સાથે જ તોડફોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મોટા પ્રમાણમાં મજૂરોનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં સિક્યુરિટી સુપરવાઇઝર રૂ. 2,000ની લાંચ લેતા પકડાયો:નિયમિત હાજરી પૂરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે લાંચ માગતા જ એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી ઝડપી લીધો
    Next Article
    મંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:નવપ્રવેશી બાળકોનું સ્વાગત, 5 હજાર વૃક્ષો વાવવાની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment