Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ સુધી પહોંચ્યો હાઈબ્રિડ ગાંજાનો વેપ્લો:SOGએ 2.42 લાખના મુદ્દામાલ સાથે આરોપીને પકડ્યો, પૂછપરછમાં અમદાવાદથી લાવ્યો હોવાનું રટણ શરુ કર્યું

    11 hours ago

    રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા પ્રથમ વખત હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શહેરના જે. કે. ચોક નજીક ધ્રુવ જોશી નામના આરોપીને ઝડપી પાડી તેની પાસેથી કુલ 2.42 લાખની કિંમતનો 69.380 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી કુલ 3.62 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ભારતમાં ખૂબ ઓછો મળતો હોય છે અને તે ખૂબ કિંમતી હોય છે ત્યારે હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી એ જથ્થો ક્યાંથી લાવી કેટલી કિંમતમાં કોને વેચાણ કરતો હતો સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની તપાસ કરતા હાઈબ્રિડ ગાંજાને જથ્થો મળી આવ્યો હતો રાજકોટ DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સેય નો ટુ ડ્રગ અંતર્ગત શહેરમાં ચરસ ગાંજાનું વેચાણ કરતા પેડલરો સામે કાર્યવાહી કરવા સૂચના અન્વયે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે શહેરના યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોક નજીક ધ્રુવ જોશી નામના શખ્સને અટકાવી તેની તપાસ કરતા તેની પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી ધ્રુવ પાસેથી 2.42 લાખની કિંમતનો 69.380 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી કુલ 3.62 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી ધ્રુવ મૂળ મુંબઈનો રહેવાસી હોવાનું અને છેલ્લા દોઢ બે વર્ષથી રાજકોટના શીતલ પાર્ક ચોક નજીક રહેતો હોવાનું સામે આવ્યું છે. આરોપીની અટકાયત કરી ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કર્યો રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા ગઈકાલે રાત્રીના આરોપીની અટકાયત કરી ધરપકડ કર્યા બાદ આજ રોજ તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની પૂછપરછ કરતા આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાનું આરોપી રટણ કરી રહ્યો છે પરંતુ, પોલીસને આ વાત માનવામાં ન આવતા આરોપી આ જથ્થો ક્યાંથી લાવી કેટલા રૂપિયામાં કોને કોને વહેંચતો હતો સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે. હાઈબ્રીડ ગાંજાની એક કિલોની કિંમત 35 લાખ છે ઉલ્લેખનીય છે કે સામાન્ય ગાંજો અને હાઈબ્રીડ ગાંજા વચ્ચે નશાની માત્રામાં ખુબ મોટો તફાવત રહેલો હોય છે. સામાન્ય ગાંજાનો નશો કરતા હાઈબ્રીડ ગાંજાનો નશો અતિ તીવ્ર હોય છે જેનું થોડી માત્રામાં સેવન કરવાથી નશેડીઓને MD ડ્રગ્સના નશા જેવી અસર કરતું હોય છે. સરકારી ધોરણ મુજબ સામાન્ય ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂપિયા 50,000 છે જયારે હાઈબ્રીડ ગાંજાની એક કિલોગ્રામની કિંમત રૂપિયા 35 લાખ છે. ત્યારે પોલીસ તપાસમાં હાઈબ્રીડ ગાંજાને લઇ શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    નાયબ કલેકટર મકવાણાએ ચોટીલા નગરપાલિકાના વહીવટદારનો ચાર્જ સંભાળ્યો:વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી, સુધારા સૂચવ્યા
    Next Article
    તિલકનગરમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો:ક્રિકેટ રમવા મામલે માથાકૂટ થતા મકાન અને રિક્ષામાં તોડફોડ, મહિલા સહિત 22 લોકો સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment