Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના સાલૈયામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો:SOG એ રૂ. 21,561 નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી

    1 week ago

    બોટાદ જિલ્લામાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક શખ્સ સામે એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી બોટાદ SOG PI પી. જી. ડાવરાને મળેલી બાતમીના આધારે કરવામાં આવી હતી. બાતમીના આધારે, SOG પોલીસે સાલૈયા ગામે રામજી મંદિર નજીક આવેલા એક મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે, ગઢડા તાલુકાના ગોરડકા ગામનો વિજયભારથી ગણપતભારથી ગોસ્વામી નામનો શખ્સ કોઈ માન્ય મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યો હતો. મેડિકલ ઓફિસરને સાથે રાખીને કરવામાં આવેલી તપાસમાં ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ગ્લુકોઝના પ્રવાહી ભરેલી બોટલો, સિરિંજ અને નીડલ સહિતનો મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 21, 561નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    45 વર્ષીય કરીના કપૂર ખાન ત્રીજીવાર પ્રેગ્નેન્ટ?:એક્ટ્રેસનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો મધપૂડો છંછેડાયો, ટીમે કર્યો ખુલાસો
    Next Article
    આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે રોયલ સ્ટેગની બોટલમાં ભારે ઝપાઝપી:ગૃહમંત્રી હર્ષ સંઘવી મુર્દાબાદ" ના નારા લગાવી કલેક્ટર કચેરી પાસે હર્ષ સંઘવીના ફોટો સળગાવી વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment