Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે રોયલ સ્ટેગની બોટલમાં ભારે ઝપાઝપી:ગૃહમંત્રી હર્ષ સંઘવી મુર્દાબાદ" ના નારા લગાવી કલેક્ટર કચેરી પાસે હર્ષ સંઘવીના ફોટો સળગાવી વિરોધ

    1 week ago

    આજરોજ ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં વધતા જતા લઠ્ઠાકાંડ અને કાળા વેપાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને વિરોધ દરમિયાન "હર્ષ સંઘવી મુર્દાબાદ" ના નારા લગાવી હર્ષ સંઘવીના ફોટો સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી છે, આપ ના કાર્યકરોની પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા.. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, ભાવનગરમાં ઝેરી અને કેમિકલવાળો દારૂ પીવાથી 10 કરતાં વધુ નિર્દોષ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અગાઉ બરવાળા ખાતે પણ લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેમાં 39 જેટલા યુવાનોએ જીવ ગુમાવ્યા હતા., પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં દારૂનો કાળો વેપાર છેલ્લા એક વર્ષમાં 10,000 કરોડ રૂપિયાથી વધુનો થયો છે અને દેશી-વિદેશી દારૂની સાથે ડ્રગ્સના અડ્ડાઓ પણ ખૂણેખાચરે ધમધમી રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક ધોરણે પોતાના પદેથી રાજીનામું આપે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે., ગાંધી અને સરદારના આ ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સનો વેપાર નહીં ચલાવી લેવામાં આવે તેમ જણાવીને, જો જરૂર પડશે તો યુવાનોને એકઠા કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે…
    Click here to Read More
    Previous Article
    બોટાદના સાલૈયામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો:SOG એ રૂ. 21,561 નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી
    Next Article
    કાલોલના અલાલીમાં રખડતા શ્વાને 3 બાળકીઓને બચકાં ભર્યાં:ઘરના આંગણામાં રમતી 3 સગી બહેનો ઇજાગ્રસ્ત; સારવાર માટે ગોધરા સિવિલ ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment