Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના નબીપુર-ઝનોર માર્ગ પર અકસ્માતમાં 3ના મોત:એક્ટિવા-બાઈક સામસામે અથડાતાં પતિ-પત્ની સહિત 3ને કાળ ભરખી ગયો, એક ગંભીર

    2 days ago

    ભરૂચ તાલુકાના નબીપુર-ઝનોર માર્ગ પર મોપેડ એક્ટિવા અને બાઈક વચ્ચે સામસામે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિનાં ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. પતિ-પત્નીનું મોત નબીપુર-ઝનોર રોડ પર પુરઝડપે જઈ રહેલાં વાહનો વચ્ચે મોટો ધડાકો થયો હતો, જેમાં ઝનોર ગામનાં સતીશ વસાવા અને તેમના પત્ની જ્યોત્સનાબેન વસાવાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, સામેના વાહનના ચાલક ઝઘડિયાના રાહુલ વસાવાનું પણ ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. મૃતદેહોને પીએમ માટે ખસેડાયા અકસ્માતની જાણ થતાં જ નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને કારણે બંને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ પાર્ટીનું સતત બીજા દિવસે પ્રદર્શન:મમતા-કેજરીવાલનો વિરોધ પ્રદર્શન માટે આભાર માન્યો, રાહુલે કહ્યું- બધા સુપ્રીમ કોર્ટ ચાલો
    Next Article
    'મામા, જાય છે...લૂંટાઈ ગયા!', 11 લાખની લૂંટના બનાવમાં ચોંકાવનારો ઘટસ્ફોટ:₹40 લાખની ઉઘરાણીથી બચવા ભાણેજે જ હાઇવોલ્ટેજ ડ્રામા રચ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment