Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:પપ્પુ યાદવ, ખડગે, રાહુલ ગાંધી સહિત નેતાઓ સામે કાર્યવાહીની માગ

    1 day ago

    બોટાદ કલેક્ટર કચેરી ખાતે આજે સાંજે સંત સમાજ, વિવિધ હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર દ્વારા પપ્પુ યાદવ સહિત કેટલાક રાજકીય નેતાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનમાં જણાવાયું હતું કે તાજેતરમાં સંસદમાં થયેલી કેટલીક ટિપ્પણીઓ અને ઘટનાઓથી સનાતન સંસ્કૃતિ, સાધુ-સંતો તથા હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. આ મુદ્દે પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ તથા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે કાનૂની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સાધુ-સંતો અને હિન્દુ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે દેશભરમાં આ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સંબંધિત લોકો સામે એફઆઈઆર નોંધવા અને જરૂરી કાનૂની પગલાં ભરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે. કેટલાક પ્રતિનિધિઓએ સંબંધિત સાંસદોના સભ્યપદ અંગે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ પર યોગ્ય સમયે કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ:હોટેલ-રેસ્ટોરન્ટ અને વેપારીઓને સરકારની સ્પષ્ટ સૂચના, જો ઉત્પાદન, વેચાણથી લઈને સંગ્રહ-પરિવહન કર્યું તો જેલભેગા થશો
    Next Article
    પ્રતિબંધ છતાં માછીમારી કરતી 3 બોટ ઝડપાઈ:સોમનાથ મરીન પોલીસે કદવાર નજીક કાર્યવાહી કરી, 3 માછીમારો સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment