Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ:હોટેલ-રેસ્ટોરન્ટ અને વેપારીઓને સરકારની સ્પષ્ટ સૂચના, જો ઉત્પાદન, વેચાણથી લઈને સંગ્રહ-પરિવહન કર્યું તો જેલભેગા થશો

    1 day ago

    તમે હોટેલ કે રેસ્ટોરન્ટમાં મનપસંદ પનીરનું શાક આરોગી રહ્યા હોવ અને તે વાસ્તવમાં દૂધમાંથી નહીં પરંતુ વનસ્પતિ તેલ કે અન્ય કેમિકલના મિશ્રણથી બનેલું 'એનાલોગ પનીર' નીકળે તો? ગ્રાહકોના આરોગ્ય સાથે થતી આવી ગંભીર છેતરપિંડી રોકવા માટે હવે ગુજરાત સરકારે લાલ આંખ કરી છે. રાજ્યમાં સેમ્પલિંગ અને લેબોરેટરી તપાસ દરમિયાન સામે આવેલા આ ચોંકાવનારા ખેલ બાદ સરકારે નાગરિકોના સ્વાસ્થ્ય અને ડેરી ઉદ્યોગના હિતમાં નકલી પનીર, ચીઝ અને બટરના ઉત્પાદનથી લઈને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ઉત્પાદન અને વેચાણ પર રોક ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર દ્વારા ધારા-ધોરણ વગરના એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ તથા વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. પનીર જેવા દેખાતા પરંતુ વાસ્તવમાં દૂધમાંથી ન બનેલા આ ઉત્પાદનોથી ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થતી હતી અને અસલી ડેરી ઉત્પાદકોને પણ આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. હોટેલ-રેસ્ટોરન્ટ અને વેપારીઓને માત્ર અસલી પનીર વાપરવા સૂચના રાજ્યના તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ માલિકો, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સને માત્ર નિયમોનુસારનું અસલી પનીર વેચવા તથા રસોઈમાં તેનો ઉપયોગ કરવા સખત સૂચના આપવામાં આવી છે. સરકારની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો તેમજ પશુપાલકો અને ડેરી ઉદ્યોગના હિતોનું રક્ષણ કરવાનો છે. નિયમભંગ કરનારા સામે કડક કાયદાકીય કાર્યવાહીની ચેતવણી સરકારે સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ કે ફૂડ બિઝનેસ ઓપરેટર આ પ્રતિબંધિત આદેશનો ભંગ કરશે, તો તેની સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવશે. ‘શુદ્ધ ખોરાક–સુરક્ષિત ગ્રાહક–સ્વસ્થ ગુજરાત’ના સંકલ્પ સાથે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા બાબતે કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવશે નહીં તેમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં જંતુનાશક દવાની અસરથી યુવકનું મોત:ગોધરાના વાલૈયા ગામનો યુવક ખેત મજૂરી કરતો, સારવાર દરમિયાન નિધન
    Next Article
    બોટાદમાં સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:પપ્પુ યાદવ, ખડગે, રાહુલ ગાંધી સહિત નેતાઓ સામે કાર્યવાહીની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment