Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં મીણબત્તી સર્કલ પાસે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન:45 કાર્યકરોની અટકાયત; પોલીસ પર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પક્ષપાતનો આક્ષેપ

    12 hours ago

    ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા મીણબત્તી સર્કલ ખાતે 'વોટ ચોરી' અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે ભારે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન વડાપ્રધાનના પોસ્ટર પર 'વોટ ચોર' લખી અને મોઢા પર ચોકડી મારી કાર્યકરોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ પ્રદર્શિત કરી રહેલા આશરે 40 થી 45 કોંગ્રેસ કાર્યકરોની બળજબરીપૂર્વક અટકાયત કરી હતી. પોલીસ અને કાર્યકરો વચ્ચે તીખી બોલાચાલી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે અટકાયત કરવાની કામગીરી હાથ ધરતાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ કાફલા વચ્ચે તીખી બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે મીણબત્તી સર્કલ આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભારે ગરમાગરમી અને તંગદિલીનો માહોલ ઊભો થયો હતો. પોલીસ પર પક્ષપાતી કામગીરીનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે પોલીસ માત્ર શાસક પક્ષની રક્ષા કરવાનું કામ કરી રહી છે. અગાઉ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પહોંચી હોબાળો મચાવ્યો ત્યારે પોલીસે કોઈ પગલાં ન લીધા, પરંતુ કોંગ્રેસના શાંતિપૂર્ણ વિરોધમાં બર્બરતાથી ધક્કામુક્કી કરી કાર્યકરોને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે સવાલો કોંગ્રેસ નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ બંધારણથી ચાલે છે અને કાયદો દરેક નાગરિક માટે સમાન હોવો જોઈએ. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જગ્યાએ પોલીસનો ઉપયોગ સત્તા ટકાવી રાખવા માટે થઈ રહ્યો હોવાનો આરોપ મૂકી કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સસ્તી લોનના નામે લોકોને ખંખેરનાર બે શખસો ઝડપાયા:ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ તથા ઈમેલ આઈડીના આધારે કડી મળી, સાયબર ક્રાઇમે મુદ્દામાલ કબ્જે કર્યો
    Next Article
    ઇસ્કોન ભાડજ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ, ગીતા કોન્ટેસ્ટનું આયોજન:5,000થી વધુ છાત્રો અને 40 શાળાઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment