Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ SOGએ 19 કિલો ગાંજા સાથે સગીરાની કરી ધરપકડ:પિતાના અવસાન અને માતાના બીજા લગ્ન બાદ એકલી રહેતી, જંગલેશ્વરના દંપતીએ જથ્થો આપ્યાનું ખુલતા શોધખોળ

    20 hours ago

    રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા વામ્બે આવાસ ક્વાર્ટરમાંથી એક સગીરાને 19.061 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેની પાસેથી કુલ 9.63 લાખનો મુદામાલ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સગીરાના પિતાના અવસાન બાદ માતાએ બીજા લગ્ન કરી લીધા હોવાથી તે એકલી રહેતી હતી. છેલ્લા 8 મહિનાથી પોતે આવાસના ક્વાર્ટરમાં રહેતી હતી. તેની પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તે જંગલેશ્વરના સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી સાથે મળી લાવી હોવાનું સામે આવ્યું છે. આ ગાંજાનો જથ્થો પતિ-પત્નીએ સગીરાને સાચવવા આપ્યો હોવાથી પોલીસ આ કેસમાં ફરાર પતિ-પત્નીની શોધખોળ હાથ ધરી છે. બાતમીના આધારે રેડ કરતા જથ્થો મળી આવ્યો રાજકોટ શહેર SOG પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૈલાશ કેવલમ મેઈન રોડ પર વામ્બે આવાસ ક્વાર્ટરમાં ગાંજાનો મોટો જથ્થો પડેલો છે. જેથી ક્વાર્ટરમાં રેડ કરતા એક સગીરા મળી આવી હતી, જેના કબજામાં કુલ 9.53 લાખની કિંમતનો 19.061 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સગીરાને ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં દંપતીનું નામ આપ્યું પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી સગીરાએ કબૂલાત આપતા જણાવ્યું કે, વામ્બે આવાસ ક્વાર્ટરમાં તે પોતે છેલ્લા 8 મહિનાથી એકલી રહે છે અને આ પહેલા તે જંગલેશ્વર વિસ્તારમાં રહેતી હતી તેના પિતા હયાત નથી અને માતાએ બીજા લગ્ન કરી લીધા છે. તેની પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તેને સાચવવા માટે સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી આપી ગયા હોવાનું જણાવતા પોલીસે આ બન્ને આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી હાલ પોલીસે આરોપી સગીરાના કબજામાંથી કુલ 9.53 લાખની કિંમતનો 19.061 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન તથા 5000 રૂપિયા રોકડ મળી કુલ 9.63 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પકડાયેલ આરોપી સગીરા તેમજ ફરાર આરોપી સોયબ અને તેની પત્ની જેબા ત્રણેય સાથે મળી આ ગાંજાનો જથ્થો લઇ આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફરાર આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાયેલા ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરના રહેવાસી એવા ફરાર આરોપી સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે, જેમાં સોયબ વિરુદ્ધ NDPSના બે, જુગારના બે મળી કુલ 5 ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે તેની પત્ની જેબા વિરુદ્ધ પણ ગોંડલ સિટી ખાતે NDPSનો એક ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો ઘટસ્ફોટ:માતા-પિતાના બ્લડ રિપોર્ટમાંથી ઉંઘની દવાનું કન્ટેન્ટ મળ્યું, રહસ્ય વધુ ગૂંચવાયું
    Next Article
    બોટાદમાં જૈન સમાજની બેઠક યોજાઈ:નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment