Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો ઘટસ્ફોટ:માતા-પિતાના બ્લડ રિપોર્ટમાંથી ઉંઘની દવાનું કન્ટેન્ટ મળ્યું, રહસ્ય વધુ ગૂંચવાયું

    11 hours ago

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીના મોત અને માતા-પિતાની તબિયત ખરાબ થવાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા-પિતાના બ્લડ સેમ્પલ લઈને પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ઊંઘની દવાનું કન્ટેન્ટ મળી આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં દાખલ માતા પિતાના બ્લડ સેમ્પલ રિપોર્ટ લેવામાં આવ્યા હતા જે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા જેમાં પ્રાથમિક રીતે રિપોર્ટમાં ઊંઘની દવાનું કન્ટેન્ટ મળી આવ્યું છે અને તેના મામલે હવે પોલીસ દ્વારા હવે આત્મહત્યા કે હત્યાની બાબત ઉપર તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ ઢોંસાના ખીરાના ખાવાના કારણે બે બાળકીઓના મોત અને માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થાય એ વાત શક્ય નથી. જેને લઈને હવે પોલીસ દ્વારા બ્લડ સેમ્પલના રિપોર્ટના આધારે તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદની અવની ચાવડા BCCI કેમ્પ માટે પસંદ:અંડર-19 NCA કેમ્પમાં ભાગ લેનારી પ્રથમ મહિલા ક્રિકેટર
    Next Article
    રાજકોટ SOGએ 19 કિલો ગાંજા સાથે સગીરાની કરી ધરપકડ:પિતાના અવસાન અને માતાના બીજા લગ્ન બાદ એકલી રહેતી, જંગલેશ્વરના દંપતીએ જથ્થો આપ્યાનું ખુલતા શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment