Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોઢ લાખના મુદ્દામાલ સાથે ડ્રગ્સ પેડલર ઝડપાયો.:​જૂનાગઢમાં મેડિકલ કોલેજ પાસે SOGનો સપાટો: 1.822 કિલો ગાંજા સાથે સમીર ઉર્ફે છોટું પઠાણની ધરપકડ, સેમસંગ S-25 અલ્ટ્રા મોબાઈલ સહિત 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત.

    14 hours ago

    ​જૂનાગઢ જિલ્લામાં યુવાધન નશાના ખપ્પરમાં હોમાય તે પહેલા જ એસ.ઓ.જી. પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. અગાઉ પણ પોલીસે કરોડો રૂપિયાનો નશા યુક્ત પદાર્થ ઝડપી પાડ્યો હતો, ત્યારે ફરી એકવાર પોલીસની સતર્કતાને કારણે નશીલા પદાર્થોનું વેચાણ કરતું નેટવર્ક ઝડપાયું છે. શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને સેવનની બદીને જડમૂળથી ઉખેડી નાખવા માટે આદરેલી ઝુંબેશમાં પોલીસને આ મહત્વની કડી મળી છે. જુનાગઢ એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે મજેવડી દરવાજા પાસે વોચ ગોઠવી આ ઓપરેશન પાર પાડ્યું હતું. ​એસ.ઓ.જી.ના એએસઆઈ જીતેન્દ્રસિંહ ચૌહાણને ચોક્કસ બાતમી મળી હતી કે જમાલવાડી વિસ્તારનો સમીર ઉર્ફે છોટું ઈકબાલભાઈ પઠાણ ગાંજાનો જથ્થો લઈ વેચાણ કરવા માટે મજેવડી દરવાજાથી ભરડાવાવ જતા રોડ પર આવવાનો છે. આ બાતમીના આધારે પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમે હૈદલશાપીરની દરગાહ સામેના ગ્રાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું. રાત્રિના આઠેક વાગ્યાના સુમારે જ્યારે આરોપી મેડિકલ કોલેજ તરફથી શંકાસ્પદ થેલી સાથે આવતો જણાયો, ત્યારે પોલીસે તેને કોર્ડન કરી તલાશી લીધી હતી. જેમાં તેની પાસેથી 91,100 રૂપિયાની કિંમતનો 1.822 કિલોગ્રામ વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. ​પોલીસે આરોપી સમીર પઠાણની ધરપકડ કરી તેની પાસેથી ગાંજા ઉપરાંત 50,000 રૂપિયાની કિંમતનો સેમસંગ કંપનીનો એસ-25 અલ્ટ્રા એન્ડ્રોઈડ ફોન પણ જપ્ત કર્યો છે. આમ, કુલ 1,41,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનામાં અન્ય બે શખ્સો પણ સંડોવાયેલા છે. જેમાં 'ભુરા' નામનો શખ્સ અને તેની સાથે સ્વિફ્ટ કારમાં આવેલો એક અજાણ્યો માણસ હજુ પોલીસ પકડથી દૂર છે. આ ત્રણેય વિરુદ્ધ જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપી સમીર અગાઉ પણ નશીલા પદાર્થોના વેચાણના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે. ​જૂનાગઢમાં ડ્રગ્સના દૂષણને રોકવા માટે પીએસઆઈ ડી.કે. સરવૈયા સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લા પોલીસ દ્વારા આ તકે તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા જીવલેણ નશીલા પદાર્થોથી દૂર રહે અને સમાજને ડ્રગ્સ મુક્ત બનાવવામાં સહયોગ આપે. પકડાયેલ આરોપી હવે જેલના સળિયા ગણશે અને બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરની કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા કાર્યશાળાઓ યોજાઈ:વિદ્યાર્થીઓમાં સ્વરોજગારી અને નવતર અભિગમ વિકસાવાયો
    Next Article
    ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી વાહનોની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ:બનાસકાંઠા LCBએ વાહન ચોરીના 17 ગુના ઉકેલ્યા, 10 બાઇક અને બોલેરો કાર જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment