Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી વાહનોની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ:બનાસકાંઠા LCBએ વાહન ચોરીના 17 ગુના ઉકેલ્યા, 10 બાઇક અને બોલેરો કાર જપ્ત

    12 hours ago

    બનાસકાંઠા LCBએ વાહન ચોરીના 17 અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી ચોરી થયેલી 10 મોટરસાયકલ અને એક બોલેરો કાર સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 4.13 લાખ રૂપિયા આંકવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. આ માટે અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. LCB, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના વડપણ હેઠળ LCB અને ટેકનિકલ વિભાગની ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ હ્યુમન સોર્સ, ટેકનિકલ લીડ, નેત્રમ ટીમ દ્વારા મળેલી માહિતી અને 100થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી. તપાસ દરમિયાન, પોલીસે નરેશ ઉર્ફ નરશા દિતારામ ખેર (રહે. મહુડી, તા. કોટડા, જિ. ઉદેપુર, રાજસ્થાન), કિરણસિંહ દિનેશસિંહ વાઘેલા (રહે. ખીમાણા, તા. શિહોરી, જિ. બનાસકાંઠા) અને મોતી ગણેશભાઈ રબારી (રહે. ભવાનગઢ, તા. દાંતા, જિ. બનાસકાંઠા)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 2.13 લાખ રૂપિયાની 10 મોટરસાયકલ અને 2 લાખ રૂપિયાની એક બોલેરો ફોર વ્હીલ ગાડી મળી કુલ 4.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓની ગુના આચરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) મુજબ, તેઓ હેન્ડલ લોક વગરના વાહનોને નિશાન બનાવતા હતા. તેઓ ડુપ્લીકેટ ચાવીઓનો ઉપયોગ કરીને પાર્ક કરેલા વાહનોના લોક ખોલીને ચોરી કરતા હતા અને પછી ચોરાયેલા વાહનોને તેમના રહેણાંક વિસ્તારોમાં લઈ જતા હતા. આ ગુનામાં સંડોવાયેલ અંપિલાલ લખમાજી (રહે. ભિયાતા, તા. કોટડા, જિ. ઉદેપુર, રાજસ્થાન) હજુ ફરાર છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દોઢ લાખના મુદ્દામાલ સાથે ડ્રગ્સ પેડલર ઝડપાયો.:​જૂનાગઢમાં મેડિકલ કોલેજ પાસે SOGનો સપાટો: 1.822 કિલો ગાંજા સાથે સમીર ઉર્ફે છોટું પઠાણની ધરપકડ, સેમસંગ S-25 અલ્ટ્રા મોબાઈલ સહિત 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત.
    Next Article
    'શિક્ષણ મોડેલ'નો પ્રચાર કરનારા AAP પર આડકતરી રીતે સંઘવીનો પ્રહાર:'લોકો શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યોમાં એડવર્ટાઈઝમેન્ટ માટે વાપરે છે, જ્યારે અમે બાળકોના ભવિષ્ય માટે કરીએ છીએ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment