Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરની કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા કાર્યશાળાઓ યોજાઈ:વિદ્યાર્થીઓમાં સ્વરોજગારી અને નવતર અભિગમ વિકસાવાયો

    15 hours ago

    ગાંધીનગર સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને સ્વરોજગારી પ્રત્યે પ્રેરણા જગાવવા માટે બે વિશેષ કાર્યશાળાઓનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હસ્તકના નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ની “રિસર્ચ, ઇનોવેશન એન્ડ એક્સટેન્શન ગ્રાન્ટ” યોજના અંતર્ગત કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રથમ દિવસે, 12 માર્ચ 2026ના રોજ, “પ્રાકૃતિક ખેતી – તકો અને પડકારો” વિષય પર માર્ગદર્શન અપાયું હતું. આ સત્રમાં કૃષિ ક્ષેત્રમાં પર્યાવરણમૈત્રી અભિગમ અને તેમાં રહેલી વ્યાવસાયિક સંભાવનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. બીજા દિવસે, 13 માર્ચ 2026ના રોજ, “બાગાયત શાસ્ત્ર – કાર્યક્ષેત્ર અને સંભાવનાઓ” વિષય પર ચર્ચા થઈ. વિદ્યાર્થીઓને હોર્ટિકલ્ચરના આધુનિક ટેકનિકલ પાસાઓ અને આ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીના અવસરો વિશે માહિતગાર કરાયા. આ બંને કાર્યશાળાઓમાં વનસ્પતિશાસ્ત્ર વિષયના 70થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન દરેક સહભાગીને ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા લિખિત “પ્રાકૃતિક કૃષિ” પુસ્તક ભેટરૂપે આપવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ડી.પી. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યું. કોલેજના સંશોધન વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ. વાય.એમ. પટેલ, વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. એસ.કે. પટેલ તેમજ વિભાગના સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યશાળાઓ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને ફળદાયી સાબિત થઈ.
    Click here to Read More
    Previous Article
    ગઢડા પોલીસે અપહૃત સગીરાને શોધી કાઢી:દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી, વધુ તપાસ શરૂ
    Next Article
    દોઢ લાખના મુદ્દામાલ સાથે ડ્રગ્સ પેડલર ઝડપાયો.:​જૂનાગઢમાં મેડિકલ કોલેજ પાસે SOGનો સપાટો: 1.822 કિલો ગાંજા સાથે સમીર ઉર્ફે છોટું પઠાણની ધરપકડ, સેમસંગ S-25 અલ્ટ્રા મોબાઈલ સહિત 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment