Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં હાઇબ્રીડ ગાંજા સાથે એક ઝડપાયો:SOG પોલીસે 12.770 ગ્રામ ગાંજો, મોબાઈલ, વજનકાંટો જપ્ત કર્યા, પ્ર. પાટણ પ્રોહિબિશન ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

    2 days ago

    વેરાવળમાં હાઇબ્રીડ ગાંજા સાથે એક ઝડપાયો ગીર સોમનાથ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. વિશ્વસનીય બાતમીના આધારે, વેરાવળની વાણંદ સોસાયટી નજીક આવેલા બગીચામાં રેઇડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી નિલેશકુમાર સોહનલાલ મેહરા (ઉ.વ. 24, રહે. ભાલકા ચામુંડા સોસાયટી)ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી વનસ્પતિજન્ય હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 50,095નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 12.770 ગ્રામ હાઇબ્રીડ ગાંજો (કિંમત રૂ. 44,695), એક ઇલેક્ટ્રોનિક વજનકાંટો (રૂ. 300), Vivo કંપનીનો મોબાઇલ ફોન (રૂ. 5,000) અને એક રેક્સીનનો થેલો (રૂ. 100)નો સમાવેશ થાય છે. આ અંગે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી), 20(બી)(2)(એ), 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પોતાના કબજામાં હાઇબ્રીડ ગાંજાનો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરતો હતો. પોલીસે આ નશીલા પદાર્થોના નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પ્ર. પાટણ પ્રોહિબિશન ગુનાનો ફરાર આરોપી ઝડપાયો ગીર સોમનાથ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. પ્ર. પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે એલ.સી.બી. ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(ઇ), 81 અને 98(2) હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી વિજયભાઈ ઉર્ફે ભુરો જેસીંગભાઈ વાજા (ઉંમર 39, રહે. વિરાટનગર, કોડીનાર)ને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    SBIમાં 50 લાખની લૂંટનો મુખ્ય સૂત્રધાર અયોધ્યાના આશ્રમમાં છૂપાયો હતો:સુરત ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહક બની શૂઝની દુકાને ત્રાટકી બે શખ્સને દબોચ્યા, એકની સગાઈનું ફંક્શન પૂરું થતા જ ઝડપ્યો
    Next Article
    પાણી માટે મહિલાઓનો પાણીને લઈ કાળો કકડાટ:​કેશોદમાં 9 દિવસે આવતા પાણીથી ગૃહિણીઓ પરેશાન; સ્થાનિક મહિલાઓએ કર્યું "જે પ્રમાણે વેરા વસૂલવામાં આવે છે તે પ્રમાણે કોઈ કામગીરી થતી નથી"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment