Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ-પ્રભાસ પાટણમાં રોગ નિવારક થેરેપી કેમ્પ શરૂ:નાના કોળીવાળા સમાજ દ્વારા 9 દિવસીય વિનામૂલ્યે કેમ્પ, તાલીમબદ્ધ બહેનો સેવા આપશે

    2 days ago

    સોમનાથ-પ્રભાસ પાટણ ખાતે નાના કોળીવાળા સમાજ દ્વારા રોગ નિવારક થેરેપી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાના કોળીવાળા સમાજના પ્રમુખ પ્રવીણ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ આ નવ દિવસીય કેમ્પ 14 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી સવારથી સાંજ સુધી ચાલશે. આ કેમ્પમાં કોઈપણ વ્યક્તિ વિનામૂલ્યે થેરેપીની સેવા મેળવી શકશે. આ કેમ્પમાં વેરાવળની કોમ્પેનીયો સેન્ટર સંસ્થા સાથે સંકળાયેલી અને આ ક્ષેત્રે ખાસ તાલીમ પામેલી ચાર બહેનો - શિવાંગીબેન, રાધિકાબેન, મીનાક્ષીબેન અને જયાબેન - દ્વારા દર્દીઓને થેરેપીની સેવા આપવામાં આવી રહી છે. આયોજકોના જણાવ્યા મુજબ, કોમ્પેનીયો સેન્ટર-વેરાવળ છેલ્લા દસ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. કેમ્પમાં મશીનોની મદદથી દર્દીઓને થેરેપી આપવામાં આવે છે. સંસ્થાના શિવાંગીબેનના જણાવ્યા મુજબ, આ પ્રકારની થેરેપીથી આશરે 120 જેટલી બીમારીઓમાં રાહત અને ફાયદો થવાનો દાવો કરવામાં આવે છે. જેમાં ગોઠણ, કમર, હાથ-પગના દુખાવા ઉપરાંત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ અને પેરાલિસિસ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. નવ દિવસ સુધી ચાલનારા આ કેમ્પનો મુખ્ય હેતુ દર્દીઓને રોગ નિવારક થેરેપીની સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનો છે. શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી પીડાતા તેમજ થેરેપી અંગે જાણકારી મેળવવા ઇચ્છતા લોકો કેમ્પમાં ઉપસ્થિત રહી સેવાનો લાભ લઈ શકે છે. કેમ્પ અંગે વધુ માહિતી માટે મો. 9638855122 ઉપર સંપર્ક કરી શકાશે. સોમનાથ-પ્રભાસ પાટણમાં આયોજિત આ વિનામૂલ્યે કેમ્પનો સ્થાનિક લોકો વધુમાં વધુ લાભ લે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. નાના કોળીવાળા સમાજના પ્રમુખ પ્રવીણ ચુડાસમાએ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેતન પરમાર, વજુભાઈ ગઢીયા, જગદીશ વાજા, રામભાઈ સોલંકી, દિનેશ વાજા, ઉકા ગઢીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક:વિકાસકામોમાં ગુણવત્તા અને પારદર્શિતા જાળવવા આદેશ; સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવવા આહ્વાન
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઓરિએન્ટેશન, ફ્રેશર્સ પાર્ટી યોજાઈ:રાજ્યશાસ્ત્ર વિભાગને પ્રથમ ગોલ્ડ મેડલ માટે દાન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment