Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક:વિકાસકામોમાં ગુણવત્તા અને પારદર્શિતા જાળવવા આદેશ; સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવવા આહ્વાન

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે વિકાસકામો અને જનકલ્યાણકારી યોજનાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિ ચકાસીને તેમને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો હતો. ગુણવત્તા અને સંકલન જાળવવા કડક તાકીદ મંત્રીએ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરતાં પ્રજાલક્ષી કાર્યો ઝડપથી પૂરા કરવા નિર્દેશ આપ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે વિકાસકામોમાં ગુણવત્તા અને પારદર્શિતા સાથે કોઈ સમાધાન ચલાવી લેવાશે નહીં. વહીવટી અવરોધો, જમીન સંપાદન કે મંજૂરી સંબંધિત પ્રશ્નો માટે વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધી ત્વરિત ઉકેલ લાવવા અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા અધિકારીઓને જણાવાયું હતું. સ્વચ્છતા અભિયાન સુનિશ્ચિત કરવા આદેશ વિકાસ કાર્યો ઉપરાંત મંત્રીએ જિલ્લામાં સ્વચ્છતાની સ્થિતિ અંગે વિશેષ ચર્ચા કરી હતી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળો, માર્ગો, શાળાઓ, આંગણવાડીઓ તેમજ સરકારી કચેરી પરિસરમાં નિયમિત સફાઈ થાય તે સુનિશ્ચિત કરવા તેમણે આદેશ આપ્યા હતા. તેમણે ઉમેર્યું કે સ્વચ્છતા એ સર્વાંગી પ્રગતિનો પાયો છે, જેમાં નાગરિકોની ભાગીદારી પણ અનિવાર્ય છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત તેમજ ગ્રામ વિકાસ જેવા મહત્વના વિભાગોની કામગીરીનું આકલન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેકટર ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી.પાટીદાર સહિત તમામ અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ટાટા સ્ટીલે જમશેદપુર FCને માત્ર ₹100માં વેચ્યું:ક્લબ ચર્ચિલ-બ્રધર્સ ખરીદશે; કંપની 100% હિસ્સેદારી ટ્રાન્સફર કરશે
    Next Article
    સોમનાથ-પ્રભાસ પાટણમાં રોગ નિવારક થેરેપી કેમ્પ શરૂ:નાના કોળીવાળા સમાજ દ્વારા 9 દિવસીય વિનામૂલ્યે કેમ્પ, તાલીમબદ્ધ બહેનો સેવા આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment