Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SBIમાં 50 લાખની લૂંટનો મુખ્ય સૂત્રધાર અયોધ્યાના આશ્રમમાં છૂપાયો હતો:સુરત ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહક બની શૂઝની દુકાને ત્રાટકી બે શખ્સને દબોચ્યા, એકની સગાઈનું ફંક્શન પૂરું થતા જ ઝડપ્યો

    2 days ago

    સુરતના વરાછામાં આવેલી SBI બેંકમાં 27 એપ્રિલે થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટનો ભેદ 4મેના રોજ ઉકેલાયો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ગોંડાથી મુખ્ય આરોપી શુભમ સિંહ અને તેને આશરો આપનાર તેના મિત્ર વિકાસ સિંહની ધરપકડ કરી હતી. પોલીસની તપાસ એકદમ ફિલ્મી રહી હતી; ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાયબરેલીમાં વિકાસની શૂઝની દુકાને ગ્રાહક બનીને તપાસ કરી હતી. ત્યારબાદ સતત પીછો કરી બંનેને ગોંડા પાસેથી ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપી શુભમ મૂળ બિહારનો વતની છે અને રાયબરેલીમાં વિકાસની દુકાન પાસે જ પોતાની દુકાન ચલાવતો હતો. મુખ્ય સૂત્રધાર અયોધ્યાના આશ્રમમાં છુપાયો હતો આ ઓપરેશનમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપી વિકાસ સિંહની સગાઈના ગણતરીના કલાકો બાદ જ પોલીસ ત્રાટકી હતી. વિકાસ રાયબરેલીમાં કૃષિ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હોવાની સાથે પોતાનો વ્યવસાય પણ કરતો હતો. જ્યારે લૂંટ કરીને શુભમ રાયબરેલી પહોંચ્યો, ત્યારે વિકાસે જ તેને અયોધ્યામાં એક મહંતના ત્યાં છુપાવવા માટેની વ્યવસ્થા કરી આપી હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચની સતર્કતાને કારણે ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો અને સગાઈના ફંક્શન બાદ તુરંત જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. યુપીથી ગુજરાત લાવવા ક્રાઇમ બ્રાન્ચ રવાના હાલમાં યુપીની કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ બંનેને લઈને ગુજરાત આવવા રવાના થઈ ચૂકી છે. જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે. લૂંટના નાણાં રિકવર કરવાની દિશામાં તપાસ બે આરોપીઓ પકડાયા બાદ હવે સુરત પોલીસનું મુખ્ય ધ્યાન લૂંટના 50 લાખ રૂપિયા રિકવર કરવા પર છે. આ લૂંટમાં શુભમ સિવાય અન્ય કેટલા શખ્સોએ ભાગ લીધો હતો અને હથિયારો ક્યાંથી આવ્યા હતા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ લૂંટ પાછળ કોઈ મોટી આંતરરાજ્ય ગેંગનો હાથ હોઈ શકે છે. આગામી દિવસોમાં જ્યારે આરોપીઓને સુરત લાવી પૂછપરછ કરવામાં આવશે, ત્યારે આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. ફેક IDનો ઉપયોગ કરીને તેલંગાણાથી બાઈક ખરીદવામાં આવી હતી ધીરજ કુમાર નામના ફેક આઈડીનો ઉપયોગ કરીને તેલંગાણાથી લૂંટાયેલી બાઈક ખરીદવામાં આવી હતી, જેના દ્વારા આ ગુનાને અંજામ આપવાનું ષડયંત્ર રચાયું હતું. આરોપીઓ લૂંટના એક મહિના અગાઉ જ સુરત આવી ગયા હતા અને રાંદેર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા, પરંતુ લૂંટના બરાબર એક મહિના પહેલા જ તેમણે તે મકાન ખાલી કરી દીધું હતું જેથી તેમની ઓળખ છુપાવી શકાય. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ 16મી એપ્રિલના રોજ એરપોર્ટ રોડ પર લાગેલા ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) કેમેરામાં કેદ થયા હતા અને ત્યારબાદ જ્યારે લૂંટની ઘટના બની ત્યારે પણ તેઓ સીસીટીવી ફૂટેજમાં દેખાયા હતા, જેના આધારે પોલીસે તેમની કડીઓ મેળવી તપાસ તેજ કરી હતી. લૂંટ મામલે SBIના કર્મચારીઓ 25 અને 26 મેએ હડતાળ પર જશે સુરત SBI બેન્કમાં થયેલી લૂંટ મામલે SBI કર્મચારી 25 અને 26 તારીખે હડતાલ પર જવાના છે. લાંબા સમયથી બેંકમાં જરૂરી હોય તેવા વ્યક્તિઓની ભરતી કરવામાં આવતી નથી. એસબીઆઇ બેન્ક માં કેશ આપવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક આપવામાં આવ્યો છે. બેંકમાં કેસ આપનાર એજન્સી ગાર્ડ તો રાખે છે પણ બેંકની બહાર ઊભા રાખે છે કેસ જોડે અંદર લાવતા નથી. બેંકમાં કામ કરતા કર્મચારીઓ અને આવતા ગ્રાહકોની સુરક્ષા માટે બેંક દ્વારા કાયમી ધોરણે ભરતી કરવામાં આવતી નથી તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી મેનેજમેન્ટ સામે અનેક વખત રજૂઆત બાદ કામના થતા આખરે હડતાલનું શસ્ત્ર કર્મચારીઓ દ્વારા ઉગમવામાં આવ્યું છે પાંચથી વધુ લૂંટારૂઓ હથિયારો સાથે બેંકમાં ઘૂસીને લૂંટ કરી ફરાર થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા એલ.એચ.રોડ સ્થિત SBI બેંકની વરાછા બ્રાન્ચમાં સોમવારે ભરબપોરે પાંચથી વધુ લૂંટારૂઓ ખુલ્લા ચેહરામાં હથિયાર સાથે બેંકમાં ઘૂસ્યા હતા અને પિસ્તોલના નાળચે બેંકના સર્વિસ મેનેજર કિરણ પ્રકાશ ભોગે, કેશિયર અનિલ રાઠોડ, જુનિયર એસોસિએટ કાર્તિક પ્રજાપતિ ઉપરાંત ક્રેડિક કાર્ડનું કામ કરતી રિદ્ધિબેન અને પટાવાળા ગૌરવ ચૌધરી તથા ATMનો ગાર્ડ ગજેન્દ્ર પાટિલ ઉપરાંત બીજા છથી સાત ગાહકોને બંધક બનાવી અને ડરાવી ધમકાવી રોકડા 50 લાખ, બેંકકર્મી અને ગ્રાહકોના મોબાઈલ ફોન લૂંટી ત્રણ બાઈક પર નાસી ગયા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો) રુમ પણ ફેક આધારકાર્ડ પર જ ભાડે રાખ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લૂંટારૂઓ રાંદેરમાં બોટનિકલ ગાર્ડન પાસે ઉગત ગામમાં આવેલા ભરવાડ વાસ પાસે રોકાયા હતાં. પોલીસે રૂમના માલિકની પૂછપરછ કરતાં એ યુવકોએ આધાર કાર્ડ સાથે એડવાન્સ ભાડું ચૂકવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જોકે, લૂંટના 10 દિવસ પહેલા એટલે કે, 17 એપ્રિલે જ તેઓ રૂમ ખાલી કરી જતા રહ્યા હોવાની વાત પણ તેણે જણાવી હતી. રૂમ ભાડે રાખવા માટે લૂંટારૂઓએ આપેલા આધાર કાર્ડની તપાસ કરાતાં તે ફેક હોવાનું બહાર આવ્યું છે. ટેક્નિકલ એનાલિસીસની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી બેંક લૂંટના આરોપીઓએ રીઢા બદમાશોને પણ ટપી જાય એવી ચોકસાઈ સાથે તેમણે આ SBI લૂંટકાંડ કર્યો હતો. લૂંટ દરમિયાન યુવકોએ કરેલી વાતચીતના આધારે તેઓ ઉત્તર પ્રદેશનાં વતની હોવાની શકયતાં પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. ત્યારબાદ પોલીસને લૂંટારૂઓ રોકાયા હતાં એ જગ્યા તથા ભાગ્યા એ રૂટ અંગે સીસી કેમેરાથી માહિતી મળી હતી. પોલીસે આ વિસ્તારોના મોબાઈલ ટાવરનાં ડેટા મેળવી ટેકનિકલ એનાલીસીસ કર્યું હતું. માસ્ટર માઈન્ડે લૂંટના ભાગ પેટે શુભમને માત્ર 55 હજાર આપ્યા ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે લૂંટની આટલી મોટી રકમમાંથી માસ્ટર માઈન્ડ શુભમને માત્ર 55 હજાર રૂપિયા જ આપ્યા હતા. બાકીના પૈસા પછીથી આપવાની લાલચ આપીને મુખ્ય સૂત્રધાર લૂંટની મોટી રકમ લઈને બિહાર ફરાર થઈ ગયો છે. આ કેસમાં શુભમની મદદ કરનાર વિકાસ સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ ગોંડાનો રહેવાસી છે. વિકાસ રાયબરેલીમાં ચપ્પલની દુકાન ચલાવે છે અને તેની નજીકની દુકાનમાં જ શુભમ અગાઉ નોકરી કરતો હોવાથી બંને વચ્ચે જૂની ઓળખાણ હતી. શુભમને ફરાર થવામાં અને આશ્રય આપવામાં વિકાસે મહત્વની ભૂમિકા ભજવી હતી. 120થી વધુ પોલીસ જવાનો લૂંટારુઓને પકડવા ખડેપગે પોલીસની ટીમો લુંટમાં વપરાયેલી બાઈકોના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો તાળો મેળવી રહી છે પરંતુ હાલ સુધી તેઓને પણ આરોપીઓને પકડવામાં નાકે દમ આવી ગયો છે. સાત દિવસથી ખુલ્લા ચહેરા સાથે બેંકમાં લૂંટ કરનાર આરોપીઓને પકડવા 120થી વધુ પોલીસ જવાનો પરસેવો પાડી રહી છે. હવે તો લૂંટારૂઓ કયા સમયે તથા કયા દિવસે અને ક્યારે પકડાશે એ જોવાનું રહ્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો:કડાણાના સરહદી ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો, લોકોને ગરમીથી રાહત
    Next Article
    વેરાવળમાં હાઇબ્રીડ ગાંજા સાથે એક ઝડપાયો:SOG પોલીસે 12.770 ગ્રામ ગાંજો, મોબાઈલ, વજનકાંટો જપ્ત કર્યા, પ્ર. પાટણ પ્રોહિબિશન ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment