Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડમાં SOGએ ભેળસેળવાળું દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપ્યું:1200 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો અમૂલ દૂધ પાવડર જપ્ત કરાયો

    23 hours ago

    જામનગર જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કાલાવડમાં એસઓજીની ટીમે દરોડો પાડીને શંકાસ્પદ અને ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું એક મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સ્થળ પરથી આશરે 1200 લીટર શંકાસ્પદ દૂધ સહિત મોટી માત્રામાં હાનિકારક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ કાલાવડ ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સ્ટાફના કર્મચારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલાવડમાં શીતળા માતાજીના મંદિર પાસે કપુરીયાના કાંઠે આવેલા કાનજી ઉર્ફે કાનો દેપાળ માલાણીના રહેણાંક મકાનમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનમાં ગેરકાયદેસર રીતે શંકાસ્પદ અને ભેળસેળયુક્ત દૂધ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું બહાર આવ્યું હતું. સામગ્રી જપ્ત અને સ્થળ પર નાશ આશરે 1200 લીટર શંકાસ્પદ દૂધ 75 કિલો વનસ્પતિ ઘી 75 કિલો દૂધ બનાવવાનો પાવડર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસઓજી દ્વારા તુરંત જ ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પર પહોંચીને શંકાસ્પદ દૂધ અને અન્ય સામગ્રીના નમૂના લઈ નિયમ અનુસાર સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત, માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય તે માટે ફૂડ સેફ્ટી અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સમગ્ર શંકાસ્પદ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સંબંધિત ધંધાર્થી સામે ખાદ્ય સલામતી અને ધોરણો અંગેના કાયદા હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દંપતીનો યુવક પર હુમલો, પાઇપથી અને ઢીકાપાટુનો માર માર્યો:​પાલિતાણામાં ઘર પાસેથી નીકળવા બાબતે ઝઘડો, ફરિયાદ નોંધાઈ
    Next Article
    અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે અપીલ ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment