Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે અપીલ ફગાવી

    1 day ago

    ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં 25 હજારનો કોસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કેજરીવાલ દ્વારા સિંગલ જજના આ ચુકાદા સામે રિવ્યૂ અરજી પણ કરવામાં આવી હતી. જેને સિંગલ જજે નકારી નાખી હતી. જેની સામે કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. જેને આજે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની અપીલને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, CIC દ્વારા વડાપ્રધાનની ડિગ્રી જાહેર કરવા ગુજરાત યુનિવર્સિટીને હુકમ કરાયો હતો. જેની સામે યુનિવર્સિટી હાઈકોર્ટ ગઈ હતી. તેમાં અરવિંદ કેજરીવાલને યુનિવર્સિટીએ પક્ષકાર તરીકે જોડ્યા હતા. અગાઉ 16 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જેમાં કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, યોગ્ય કાર્યવાહી વગર યુનિ. ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં. CIC(સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન)એ આ કેસમાં ડહાપણપૂર્વક વર્તવાની જરુર હતી. કેજરીવાલને PMની ડિગ્રીમાં રસ ન હોત તો રિવ્યૂ અરજી દાખલ કરત નહીં- તુષાર મહેતા સોલિસિટર જનરલે હાઈકોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, શું માહિતીના અધિકાર હેઠળ ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીની ડિગ્રી જાહેર કરી શકાય? યુનિવર્સિટી લાખો વિદ્યાર્થીઓને ડિગ્રી આપતી હોય છે. PM એક સંવિધાનિક પોસ્ટ પર છે. તેઓની ડિગ્રી જાહેર કરવામાં યુનિવર્સિટીને વાંધો હોય નહીં. સિંગલ જજે પણ નોંધ્યું હતું કે, યુનિવપર્સિટીએ ડિગ્રી પબ્લિક ડોમેઈનમાં મૂકી છે. જો આ પ્રકારે ડિગ્રીઓ જાહેર કરવામાં અરજીઓ આવે તો આવી અરજીઓથી સંસ્થાઓ ઉભરાઈ જાય. અરવિંદ કેજરીવાલ કહે છે કે, તેઓએ કોઈ ડિગ્રી માગી નથી. પરંતુ, ડિગ્રી બતાડવાનો માહોલ ઉભો કરવો તે બદઈરાદાપૂર્વકનો છે. જો સિંગલ જજના હુકમ બાદ ખરેખર કેજરીવાલને PM ની ડિગ્રીમાં રસ ના હોત તો તેઓ રિવ્યૂ અરજી દાખલ કરત નહીં. ‘જિજ્ઞાસાવૃતિ હેઠળ માહિતી માગી શકાય નહીં’ કેજરીવાલ અને સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરી. જેથી યુનિવર્સિટીએ બંને સામે ડિફેમેશનની ક્રિમીનલ ફરિયાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરી છે. RTI એક્ટમાં કેટલીક બાબતોની મુક્તિ આપવામાં આવી છે, જેમાં સેક્શન 8માં જોગવાઈઓ કરેલી છે. શું આ માહિતીમાં લોકોનું વ્યાપક હિત રહેલું છે? યુનિવર્સિટી પાસે વિધાર્થીઓની માહિતી તે ખાનગી માહિતી છે, તે સંદર્ભના ચુકાદાઓ પણ છે. પ્રાઈવસીનો સ્કોપ આજે બહુ મોટો છે. આ યુનિવર્સિટી અને વિધાર્થીઓ વચ્ચે આંતર વિશ્વાસનો સંબંધ છે. હા, કોઈ પોસ્ટ ઉપર લાયકાતનો પ્રશ્ન હોય કે ડોક્ટર બનવા માટે તબીબી ડિગ્રીની જરૂર હોય, તેની ઉપર શંકા હોય તો તેને જાહેર કરવામાં લોકહિત સમાયેલું છે. પરંતુ ફકત જિજ્ઞાસા વૃતિ હેઠળ માહિતી માંગી શકાય નહીં. CICએ આ કેસમાં ડહાપણ પૂર્વક વર્તવાની જરુર હતી- કોર્ટ સોલિસિટર જનરલે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, કેજરીવાલને ચીફ ઇન્ફોર્મેશન ઓફિસરે કહ્યું કે તમારી ડિગ્રી માંગી છે, તે આપીએ? કેજરીવાલે કહ્યું PMની માંગી છે તે પણ આપો.CICએ યુનિવર્સિટીને ડિગ્રી જાહેર કરવા કહ્યું. આ માહિતીની બાબતમાં PM કે યુનિવર્સિટી પક્ષકાર જ નહોતા. કોર્ટે કહ્યું હતું કે, એક્ટિવિસ્ટ મોટા પ્રમાણમાં ખાનગી માહિતીઓ માગે છે. CICએ આ કેસમાં ડહાપણપૂર્વક વર્તવાની જરુર હતી. આવા સંજોગોમાં RTI એક્ટનો દુરુપયોગ થવાની પૂરી શક્યતા છે. વ્યકિતએ પોતાની પર્સલન માહિતી જાહેર કરવી હોય તે જાતે કરશે. યોગ્ય કાર્યવાહી વગર યુનિવર્સિટી ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં. સોલિસિટર જનરલે કહ્યું- અહીં ખાનગીપણાની જ વાત છે. વળી PMની પોસ્ટ માટે કોઈ ડિગ્રીની જરુર છે જ નહીં. કોર્ટના એક ચુકાદાને ટાંકતા જણાવ્યું હતું કે, જો વિધાર્થી પોતાની ઉત્તરવહી માંગે તો પરીક્ષા બોડી આપે, પરંતુ થર્ડ પાર્ટીને નહીં. આમ વ્યક્તિ જાતે પોતાને લગતી માહિતી માંગી શકે, થર્ડ પાર્ટી નહીં. પરીક્ષા બોડી પાસે વિધાર્થીઓની માહિતી વિશ્વાસપાત્રતાના સિદ્ધાંત ઉપર હોય છે. માર્ક્સ, શારીરિક અને માનસિક સ્થિતિ, લખાણ, ગ્રેડ વગેરે ખાનગી માહિતી છે. શું છૂટછાટ આપવા માટે તેમાં મોટા પાયે લોકહિત સમાયેલું છે? તે જોવું પડે. કોઈની ડિગ્રી જોવી તેની જિજ્ઞાસા હોય, પણ શું તે લોકહિતનો મુદ્દો છે? લો ઓફિસર જે સરકારમાં હોદ્દો ધરાવતો હોય તેની ડિગ્રી જાહેર કરવાની માંગ તે લોકહિત છે, કારણ કે તે પોસ્ટ માટે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    કાલાવડમાં SOGએ ભેળસેળવાળું દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપ્યું:1200 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો અમૂલ દૂધ પાવડર જપ્ત કરાયો
    Next Article
    Anti-Terror Agency Raids Multiple Locations In Assam's Barpeta, 6 Detained

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment