Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંપતીનો યુવક પર હુમલો, પાઇપથી અને ઢીકાપાટુનો માર માર્યો:​પાલિતાણામાં ઘર પાસેથી નીકળવા બાબતે ઝઘડો, ફરિયાદ નોંધાઈ

    23 hours ago

    ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગરાજીયા રોડ પાસે રહેતા 31 વર્ષીય વિપુલ ભોળાભાઈ ચૌહાણ પર ઘર પાસેથી વારંવાર પસાર થવા બાબતે તકરાર કરીને બળુ વિનોદભાઈ રાઠોડ અને તેની પત્ની શોભાબેન રાઠોડ નામના દંપતીએ અપશબ્દો કહી, પાઇપ અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તા.૨૮ સપ્ટેમ્બરના રોજ પોણા બાર વાગ્યાના અરસામાં ચુવાળીયાના ઢોરા ખાતે આ હુમલાની ઘટના બની હતી. 'તું કેમ વારંવાર મારા ઘર પાસેથી નીકળે છે' ડોળી મજૂરી કરતા વિપુલભાઈ ચૌહાણ ચુવાળીયાનો ઢોરો ખાતે આવેલા તેમના નાની માના ઘરે જમવા ગયા હતા. ત્યાંથી દુકાને જવા નીકળતા રસ્તામાં બળુ રાઠોડે 'તું કેમ વારંવાર મારા ઘર પાસેથી નીકળે છે' તેમ કહીને પાઇપ વડે વિપુલભાઈના માથા તથા શરીર પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન તેની પત્ની શોભાબેને પણ આવીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો ઘટનાસ્થળે આસપાસના લોકો એકત્ર થઈ જતાં દંપતી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યું હતું. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે પાલીતાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ આ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે પાલીતાણા ટાઉન પોલીસે દંપતી વિરુદ્ધ BNS એક્ટની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    6,659 સરકારી કચેરીઓ RTI પોર્ટલથી બહાર:માહિતી માગતા અરજદારોને ભટકવું પડે છે, યોગ્ય અધિકારી સુધી અરજી ન પહોંચતાં માહિતી આયોગ લાલઘૂમ
    Next Article
    કાલાવડમાં SOGએ ભેળસેળવાળું દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપ્યું:1200 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 75 કિલો અમૂલ દૂધ પાવડર જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment