Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6,659 સરકારી કચેરીઓ RTI પોર્ટલથી બહાર:માહિતી માગતા અરજદારોને ભટકવું પડે છે, યોગ્ય અધિકારી સુધી અરજી ન પહોંચતાં માહિતી આયોગ લાલઘૂમ

    23 hours ago

    ગુજરાતમાં માહિતી અધિકાર હેઠળ પારદર્શિતા માટે શરૂ કરાયેલા ઓનલાઈન RTI પોર્ટલમાં જ મોટી ખામી હોવાનું ગુજરાત માહિતી આયોગના એક આદેશમાં સામે આવ્યું છે. રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાંથી 6,659 કચેરીઓ હજુ e-Sarkarમાં મેપ થઈ નથી, જેના કારણે સંબંધિત જાહેર માહિતી અધિકારી (PIO) અને પ્રથમ અપીલ અધિકારી (FAA) પણ પોર્ટલ પર મેપ થયેલા નથી. પરિણામે અરજદારોની RTI અરજી કે પ્રથમ અપીલ યોગ્ય અધિકારી સુધી સમયસર પહોંચતી નથી. આ ખામીના કારણે અરજદારો ઘણી વખત મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અથવા અન્ય વિભાગના અધિકારીઓને અરજી મોકલવા મજબૂર થાય છે. સંબંધિત PIO સુધી અરજી ન પહોંચતા સમયસર માહિતી મળતી નથી અને બાદમાં દંડ, ખાતાકીય તપાસ તથા વળતરની માગણી સાથે બીજી અપીલ માહિતી આયોગ સુધી પહોંચે છે. સૌથી વધુ કચેરીઓ કયા વિભાગમાં મેપ નથી? માહિતી આયોગના રેકોર્ડ મુજબ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની 1,172 કચેરીઓ હજુ મેપ નથી. ત્યારબાદ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની 780, મહેસૂલ વિભાગની 610, કૃષિ વિભાગની 532, આરોગ્ય વિભાગ અને રાજ્યની CHC-PHCની 485, માર્ગ-મકાન વિભાગની 474 તથા પંચાયત-ગ્રામ વિકાસ વિભાગ અને ગ્રામ પંચાયતોની 454 કચેરીઓ મેપ થવાની બાકી છે. એક RTIના મુદ્દા અલગ-અલગ કચેરીને મોકલવાની સુવિધા પણ નથી આયોગે પોર્ટલની બીજી મહત્વની ખામી પણ દર્શાવી છે. એક જ RTI અરજીમાં અલગ-અલગ મુદ્દા અલગ સરકારી કચેરીઓને લગતા હોય તો પોર્ટલમાં દરેક મુદ્દો સંબંધિત PIOને મોકલવાની યોગ્ય સુવિધા નથી. પરિણામે એક PIOને આખી અરજી મળ્યા બાદ તે માત્ર પોતાના વિભાગને લગતી માહિતી આપે છે અને બાકીના મુદ્દાઓની પ્રક્રિયામાં મુશ્કેલી સર્જાય છે. આથી આયોગે એક જ અરજી એકથી વધુ PIO અને FAAને મોકલી શકાય તેવી સુવિધા વિકસાવવાની ભલામણ કરી છે. અરજદારનો અગાઉનો RTI ઇતિહાસ પણ દેખાશે આયોગે પોર્ટલમાં એડવાન્સ સર્ચ ફીચર ઉમેરવાની પણ ભલામણ કરી છે. જેથી PIO/FAAને કોઈ અરજદારે અગાઉ કેટલી RTI અરજીઓ કરી હતી અને કયા અધિકારીઓને મોકલી હતી તેનો ઇતિહાસ જોઈ શકાય. આ માટે આધુનિક AI ટૂલ્સનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. 10 દિવસમાં માનવ અધિકાર આયોગનું મેપિંગ કરવાનો આદેશ સુનાવણી દરમિયાન ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગનું e-Sarkarમાં મેપિંગ થયું ન હોવાનું પણ સામે આવ્યું હતું. માહિતી આયોગે ગૃહ વિભાગના ઉપસચિવને આયોગના આદેશની તારીખથી 10 દિવસમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગનું e-Sarkarમાં મેપિંગ પૂર્ણ કરી જાણ કરવાનો આદેશ કર્યો છે. માહિતી આયોગે તમામ ભલામણો પર સામાન્ય વહીવટ વિભાગ અને વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી વિભાગના સંકલનથી આગામી ત્રણ મહિનામાં કાર્યવાહી પૂર્ણ કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    કલોલમાં યુવકના ખાતામાંથી 95 હજાર ડેબિટ કરી લીધા:પહેલા 81 હજાર ટ્રાન્સફર કર્યા'ને બાદમાં પૈસા ચાઉં કર્યા, મોબાઈલ ઓટો અપડેટ થતા જ સાયબર ઠગોએ રચ્યો ખેલ
    Next Article
    દંપતીનો યુવક પર હુમલો, પાઇપથી અને ઢીકાપાટુનો માર માર્યો:​પાલિતાણામાં ઘર પાસેથી નીકળવા બાબતે ઝઘડો, ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment