Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલમાં યુવકના ખાતામાંથી 95 હજાર ડેબિટ કરી લીધા:પહેલા 81 હજાર ટ્રાન્સફર કર્યા'ને બાદમાં પૈસા ચાઉં કર્યા, મોબાઈલ ઓટો અપડેટ થતા જ સાયબર ઠગોએ રચ્યો ખેલ

    23 hours ago

    ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ટેકનોલોજીના દુરુપયોગથી સામાન્ય નાગરિકોને ટાર્ગેટ બનાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કલોલના યુવકના મોબાઈલ ઓટો અપડેટ થતા સાયબર ઠગોએ તબકકાવાર 81 હજારની રકમ ખાતામાં ટ્રાન્સફર કરીને ગુગલ પે મારફતે 95 હજાર ડેબિટ કરી લઈ ઠગાઈ આચરવામાં આવતા કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અચાનક ફોન ઓટો અપડેટ થવા લાગ્યો અને હેક થયો કલોલની નવનીત એજ્યુકેશન કંપનીમાં નોકરી કરતા અને મૂળ પાટણના રાધનપુરના હીરાપુરા ગામના વતની ભાવેશપુરી બાબુપુરી ગૌસ્વામી ગત 24 સપ્ટેમ્બરના રોજ નોકરીની જગ્યાએ હાજર હતા. આ દરમિયાન તેમણે પોતાનો મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો. ત્યારે અચાનક તેમનો ફોન ઓટો અપડેટ થવા લાગ્યો હતો. બાદમાં જોતજોતાંમાં ફોન હેક થઈ ગયાનું તેમને માલુમ પડ્યું હતું. ગુગલ-પે એકાઉન્ટમાં વિવિધ શંકાસ્પદ ખાતાઓમાં લેવડ-દેવડ જ્યારે તેમણે ફોન ચાલુ કરીને મેસેજ તપાસ્યા ત્યારે તેમને ખબર પડી કે આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની સારંગપુર અમદાવાદ બ્રાન્ચમાં આવેલા તેમના બચત ખાતા સાથે ચેડા થયા છે. તેમના ખાતામાં અગાઉ 13,704 રૂપિયા જમા હતા. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તેમના ગુગલ-પે એકાઉન્ટમાં વિવિધ શંકાસ્પદ ખાતાઓ જેમાં ઉમેશ ચંદ્ર, રવિ પ્રસાદ અને શમરીન ફાતમા જેવા નામો મારફતે કુલ 81,590 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી 95 હજાર રૂપિયા ડેબિટ કરી લીધા આ રકમ કોણે અને શા માટે મોકલાવી છે તેની ભાવેશપુરીને કોઈ જ જાણ ન હતી અને તેઓ આમાંથી કોઈ પણ વ્યક્તિને ઓળખતા પણ નહોતા. ત્યારબાદ તુરંત જ તેમના ગુગલ-પે એકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 95 હજાર રૂપિયા ડેબિટ કરી લેવામાં આવ્યા હતા. જેમાં સુનીલ સિંહ નામના એકાઉન્ટમાં 70 હજાર અને રામીમ પાન સ્ટોર નામના એકાઉન્ટમાં 25 હજાર ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ભોગ બનનાર યુવકે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    Piles Of Cash, Gold, Heroin: Delhi Drug 'Queenpin', Bodyguard Arrested
    Next Article
    6,659 સરકારી કચેરીઓ RTI પોર્ટલથી બહાર:માહિતી માગતા અરજદારોને ભટકવું પડે છે, યોગ્ય અધિકારી સુધી અરજી ન પહોંચતાં માહિતી આયોગ લાલઘૂમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment