Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુ સંરક્ષણ ગુનાનો એક વર્ષથી નાસતો આરોપી ઝડપાયો:પંચમહાલ SOG એ ગોધરામાંથી દબોચી લીધો

    6 days ago

    પંચમહાલ-ગોધરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ આરોપી મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળના ગુનામાં સંડોવાયેલો હતો. SOG પોલીસે આરોપી અજીત અયુબ શીવાને ગોધરાના સાવલીવાડ વિસ્તારમાંથી દબોચી લીધો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળ્યા બાદ વોચ ગોઠવીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધત દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.પટેલના માર્ગદર્શન હેઠળ PSI ડી.જી. વહોનીયા અને PSI બી.કે. ગોહિલની ટીમ કાર્યરત હતી. હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રકુમાર પુંજાલાલને મળેલી બાતમીના આધારે પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. હાલ તેનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi, Asaduddin Owaisi, Akhilesh Yadav ने दी Eid की बधाई | Eid ul Fitr 2026 | Chand Raat
    Next Article
    મંદિરે દર્શન બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ:ગાળો બોલવાની ના પાડતા છરી અને પથ્થરો વડે માર માર્યો, બાઇકમાં તોડફોડ કરી જાનથી મારવાની ધમકી આપી, સામસામી ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment