Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના અબ્રામામાં બંધ રો-હાઉસમાંથી ચોરી:વેપારી પરિવાર સેલવાસ ગયો, ₹4.45 લાખની મત્તા ચોરાઈ

    13 hours ago

    વલસાડના અબ્રામા વિસ્તારમાં ટાટા શો રૂમ પાસે આવેલા ઈસાન પાર્ક રો-હાઉસમાં ચોરીની ઘટના સામે આવી છે. ગુંદલાવ GIDCમાં ફેક્ટરી ધરાવતા એક વેપારી પરિવાર વીકએન્ડ મનાવવા સેલવાસ ગયો હતો. આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ ઘરના દરવાજાનો લોક તોડી પ્રવેશ કરી કુલ ₹4,45,716ની મત્તાની ચોરી કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અબ્રામા ખાતે નેશનલ હાઈવે નંબર-48 સામે આવેલા ઈસાન પાર્ક રો-હાઉસ નંબર 21/1માં 57 વર્ષીય બિનાય રામચંદ્ર જહા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ગુંદલાવ GIDCમાં રાધા ક્રિશ્ના સરફેક્ટન પ્રા.લી. નામની કંપની ચલાવે છે. ગત 7 જૂને રવિવારે ફેક્ટરીમાં રજા હોવાથી બિનાયભાઈ તેમની પત્ની સુલેખા અને દીકરી પૂજા સાથે સાંજે 5 વાગ્યે સેલવાસ ખાતે આવેલા તેમના બીજા ઘરે વીકએન્ડ વિતાવવા ગયા હતા. 9મી જૂને (મંગળવારે) સવારે આશરે 11 વાગ્યે બિનાયભાઈ અને તેમની પુત્રી વલસાડના ઘરે પરત ફર્યા ત્યારે પાર્કિંગનું ગ્રીલ ખોલીને અંદર જતા જ ચોંકી ગયા હતા. ઘરના મેઈન દરવાજા પર તાળું ન હતું. ઘરમાં અંદર જઈને જોતા નીચેના હોલ અને ઉપરના ત્રણ બેડરૂમમાં સામાન વેરવિખેર પડેલો હતો. બિનાયભાઈના બેડરૂમમાં આવેલા લાકડાના કબાટનો દરવાજો અને ડ્રોવર ખુલ્લા હતા, જેમાં રાખેલી રોકડ રકમ અને દાગીના ગાયબ હતા. તસ્કરો કબાટના ડ્રોવરમાંથી ₹60,000ની કિંમતના 5 સિલ્વર કોઈન (350 ગ્રામ) અને 3 નંગ ચાંદીના પાયલ (150 ગ્રામ) ચોરી ગયા હતા. આ ઉપરાંત, ₹1,34,287ની કિંમતની 5 લેડીઝ સોનાની વીંટી (જેમાં એક ડાયમંડ વાળી) અને 2 જેન્ટ્સ ડાયમંડ વીંટી, ₹91,429ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર (20 ગ્રામ) અને સોનાની ચેઈન (12 ગ્રામ) પણ ચોરાઈ હતી. ₹40,000ની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની 4 કાંડા ઘડિયાળો અને ₹1,20,000ની રોકડ રકમ પણ તસ્કરો લઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ:જામનગરમાં બાલા હનુમાન મંદિરે મહાઆરતી, ધારાસભ્ય-મેયર સહિત નગરજનો જોડાયા
    Next Article
    જામનગરમાં SOG, બોમ્બ, ડોગ સ્ક્વોડનું સઘન ચેકિંગ:રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment