Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ:જામનગરમાં બાલા હનુમાન મંદિરે મહાઆરતી, ધારાસભ્ય-મેયર સહિત નગરજનો જોડાયા

    11 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે જામનગરમાં એક ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહેરના સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે યોજાયો હતો, જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવે છે. આ મહાઆરતીમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મનપાના વિવિધ સમિતિઓના પદાધિકારીઓ, અગ્રણીઓ, શ્રદ્ધાળુઓ અને મોટી સંખ્યામાં નગરજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ અવસરે વડાપ્રધાનના દીર્ઘાયુ અને દેશની અવિરત પ્રગતિ માટે મનોકામના કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ભક્તોએ બાલા હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવી વડાપ્રધાનના સબળ નેતૃત્વમાં ભારત વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બને તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત, જામનગર સહિત સમગ્ર દેશમાં સુખ, શાંતિ અને ખુશહાલી જળવાઈ રહે તેવી પણ મંગલ પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર મહાઆરતી મંત્રઉચ્ચાર અને 'જય શ્રી રામ'ના નારાઓ સાથે સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોની પાસા હેઠળ અટકાયત:બોટાદ LCBએ કાર્યવાહી કરી, જેલ હવાલે કરાયા
    Next Article
    વલસાડના અબ્રામામાં બંધ રો-હાઉસમાંથી ચોરી:વેપારી પરિવાર સેલવાસ ગયો, ₹4.45 લાખની મત્તા ચોરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment