Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં USDT રોકાણ ફ્રોડ: 92 લાખની છેતરપિંડી:રાજસ્થાનથી એક આરોપી ઝડપાયો, બેંક ખાતામાં કરોડોના ટ્રાન્ઝેક્શન

    16 hours ago

    અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે USDTમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ. 92.75 લાખથી વધુની છેતરપિંડી કરનાર ગેંગના એક આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે નાગોર જિલ્લામાંથી ગણપત બાબુલાલ પટેલની ધરપકડ કરી છે. ફરિયાદી સાથે યુએસડીટીમાં રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ એક વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે રોકાણકારોને વધુ નફાના ખોટા આંકડા બતાવી વિશ્વાસમાં લીધા હતા. શરૂઆતમાં થોડું વળતર બતાવી વધુ રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવતા હતા, અને બાદમાં પૈસા ઉપાડવાના સમયે વિવિધ બહાના બનાવી વધુ રકમ જમા કરાવવામાં આવતી હતી. આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ ટીમે રાજસ્થાનના નાગોર જિલ્લાના રહેવાસી ગણપત બાબુલાલ પટેલની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે 'નઈ ઉડાન ગ્લોબલ ફાઉન્ડેશન' નામના બેંક ખાતામાં ફરિયાદીના રૂ. 10 લાખ 77 હજાર 400 જમા થયા હતા. વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે માત્ર બે દિવસમાં આ ખાતામાં અંદાજે રૂ. 4 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. એટલું જ નહીં, આ ખાતા સામે દેશના 20 અલગ અલગ રાજ્યોમાં છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ ખુલ્યું છે. સાયબર ઠગો ટ્રસ્ટ અને ફાઉન્ડેશનના નામે બેંક ખાતા ખોલી લોકોમાં વિશ્વાસ ઉભો કરે છે. ત્યારબાદ, છેતરપિંડીના નાણાં આવા ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર રેકેટ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની ઓનલાઈન રોકાણ યોજનામાં ઊંચા નફાની લાલચમાં આવીને પૈસા રોકાણ ન કરે તેમજ કોઈ અજાણી લિંક, એપ્લિકેશન કે વેબસાઇટ પર વિશ્વાસ ન કરે. કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બનતા જ તાત્કાલિક 1940 હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં SOG, બોમ્બ, ડોગ સ્ક્વોડનું સઘન ચેકિંગ:રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ તપાસ
    Next Article
    PM મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થતા ઉજવણી:આનંદપુરાકંપામાં આનંદમુખી હનુમાનજી મંદિરએ મહાઆરતી યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment