Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMVS મહેસાણામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો:ગુરુવર્ય સ્વામીશ્રીના દર્શન-આશીર્વાદ માટે હજારો ભક્તો ઉમટ્યા

    16 hours ago

    ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે, જે ગુરુ પૂજનનો શ્રેષ્ઠ તહેવાર મનાય છે. આ દિવસે દેશ-વિદેશના શિષ્યો પોતાના ગુરુના દર્શન, પૂજન અને આશીર્વાદ લેવા જતા હોય છે. SMVS સંસ્થાના આધ્યસ્થાપક ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને તેમના આધ્યાત્મિક અનુગામી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન અને આશીર્વાદ માટે લાખો મુમુક્ષુઓ ઝંખતા હોય છે. SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર, મહેસાણા ખાતે 29 જુલાઈ 2026 ના રોજ ભવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવ યોજાયો હતો. ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી ઉત્તર ગુજરાતના મુખ્ય મથક મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા. ગુરુજીના આગમન નિમિત્તે ભવ્ય સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતના હજારો પ્રેમી ભક્તો ગુરુજીના આગમનની રાહ જોઈ રહ્યા હતા. સ્વાગત સામૈયા અને ભવ્ય આગમન કાર્યક્રમથી સંખ્યાબંધ હરિભક્તો કૃતાર્થ થયા હતા. આ ઉત્સવમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના હજારો મુમુક્ષુઓએ ગુરુજીના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુજીએ દરેક મુમુક્ષુને પ્રત્યક્ષ અને અંગત લાભ મળે તેવા આયોજન સાથે વ્યક્તિગત દર્શનનો લાભ આપ્યો હતો. આ દિવસે કેટલાક હરિભક્તોએ ગુરુજીના પૂજન માટે કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ, અંજીર અને ઇલાયચી જેવા વિવિધ મેવાના 16થી વધુ હાર અર્પણ કરીને દિવ્ય ભાવે પૂજન કર્યું હતું. 1000થી વધુ હરિભક્તોએ ગુરુજીને ડ્રાયફ્રુટની છાબડીઓ અર્પણ કરી હતી, જ્યારે 2500થી વધુ હરિભક્તો શ્રીફળ, સાકર અને પુષ્પછડી લઈને ગુરુજીના પૂજન માટે આવ્યા હતા. આ પૂજન બાદ ભક્તોને ગુરુજીના દિવ્ય આશીર્વાદ અને મહાપ્રસાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. મહેસાણા સેન્ટરના સર્વે પૂજ્ય સંતો અને હરિભક્તોએ રાત-દિવસ જોયા વિના ખૂબ જ મહેનત કરીને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકા સભામાં વિકાસકામો મંજૂર:વિપક્ષે જનકલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમના ઓઠા હેઠળ ભ્રષ્ટાચાર આચરાયાનો આક્ષેપ કર્યો
    Next Article
    લેખીત રજુઆત બાદ પણ કોન્સ્ટેબલને છાવરતા ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા:દારૂના નશામાં રાત્રીના સમયે ફોન કરી મારી નાખવાની ધમકી આપનાર ભકિતનગર પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વીરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમીશ્નરને આદેશ ફરમાવતી ગુજરાત હાઈકોર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment