Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકા સભામાં વિકાસકામો મંજૂર:વિપક્ષે જનકલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમના ઓઠા હેઠળ ભ્રષ્ટાચાર આચરાયાનો આક્ષેપ કર્યો

    17 hours ago

    પાટણ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં એજન્ડા પરના 20 કામો અને વધારાના 15 કામો ચર્ચા-વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, વિપક્ષ કોંગ્રેસે વિવિધ ઠરાવો અને કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે સખત વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાનના 12 વર્ષ પૂર્ણ થવાના જનકલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમ માટે માત્ર 5-6 ટેબલ, 5-6 ખુરશીઓ અને સ્ટેજ બનાવવાનો ખર્ચ 80,000 રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. વિપક્ષના મતે, આ કામગીરીનો વાસ્તવિક ખર્ચ 15000 થી 20000 રૂપિયા હોવા છતાં વધુ રકમ દર્શાવીને નાણાકીય ગડબડ કરવામાં આવી છે. આ ઉપરાંત, અગાઉની અને ચાલુ કારોબારીના આશરે 100 જેટલા કામોને અલગ-અલગ અભ્યાસ કરવા દેવાને બદલે માત્ર મુદ્દા નંબર 1 અને 3 માં જ આવરી લેવામાં આવ્યા હતા. વિપક્ષે જણાવ્યું હતું કે આ તમામ ટેન્ડર પ્રક્રિયાના કામો હતા અને પૂરતો અભ્યાસ ન થાય તે રીતે ઉતાવળે પસાર કરવામાં આવ્યા હતા. કારોબારીના ઠરાવ નંબર 25 માં મેનપાવરના કામ માટે નગરપાલિકાએ નક્કી કરેલી કિંમત કરતાં વધુ ઊંચી કિંમતે L2 ને મંજૂરી આપવામાં આવી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. નગરપાલિકાની વાહન શાખામાં ફોરમેન અને ફિટરની નિમણૂક થયેલી હોવા છતાં, તમામ વાહનો અને સાધનો બહાર ઓથોરાઈઝ્ડ ડીલર પાસે રિપેરિંગ માટે મોકલીને મોટા બિલ બનાવવામાં આવતા હોવાનો વિપક્ષે વિરોધ કર્યો હતો. વિપક્ષના કોર્પોરેટર દીપક પટેલે આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્તરે ટેકનિકલ સ્ટાફ હાજર હોવા છતાં બહાર રિપેરિંગ કરાવીને નાણાંનો વ્યય કરવામાં આવી રહ્યો છે. તેમણે સમગ્ર બાબતે તટસ્થ તપાસ સમિતિ નીમીને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી, 2 લોકોનાં મોત:ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો; કાવડ યાત્રા દરમિયાન ડીજે વગાડવાને લઈને વિવાદ
    Next Article
    SMVS મહેસાણામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો:ગુરુવર્ય સ્વામીશ્રીના દર્શન-આશીર્વાદ માટે હજારો ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment